એક સમયે ખાવાના પણ ફાફા હતા અને આજે ભારતીય ટીમના આ ક્રિકેટરે ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો ડંકો

Published on Trishul News at 11:20 AM, Thu, 3 December 2020

Last modified on December 3rd, 2020 at 11:20 AM

ભારત દેશ દ્વારા ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયા દેશને 13 રને હરાવવામાં આવ્યું હતું. એમાં બધાની નજર નવોદિત ખેલાડી તેમજ ઝડપી બોલર નટરાજન પર જ હતી. નટરાજનની કમાલનાં લીધે જ ટીમ ઈન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયાને છેલ્લી મેચમાં પરાજય આપી વ્હાઈટ વોશનાં થઈ આબરૂ બચાવી હતી. ટીમ ઓસ્ટ્રેલિયાને એક બાદ એક ઝાટકા આપીને કમ્મર તોડનારા નટરાજનનું જીવન ઘણા પડકારોનું ભરેલું છે. નટરાજએ આ વન ડેમાં 2 વિકેટ ઝડપી લીધી હતી.

નટરાજનનું પારિવારિક બેકગ્રાઉન્ડ બહુ જ સાધારણ છે. નટરાજને 3 બહેન તેમજ એક નાનો ભાઈ છે. નટરાજન ઘરમાં સૌથી મોટો છે. નટરાજનનાં પિતા એક ગારમેન્ટ ફેક્ટરીમાં મજુરી કામ કરે છે તેમજ એની મમ્મીને ચિકનની નાની એવી દુકાન છે. નટરાજનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, જ્યારે નટરાજન સરકારી સ્કૂલમાં ભણતો હતો તે સમયે નટરાજની પાસે નોટબુક તેમજ પેન્સિલ લેવાનાં પણ પૈસા ન હતાં. નટરાજનને તેનાં મિત્ર જેવા ભાઈ તરફથી ખુબ જ સપોર્ટ મળ્યો હતો. નટરાજન જ્યારે પાંચમા ધોરણમાં હતો તે સમયે તેને ટેનિસ બોલથી ક્રિકેટ રમવાની પ્રારંભ કર્યો હતો.

જ્યારે 20 વર્ષીય ઉમરે તેની ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ થયો તે સમયે તો તેને ખબર પડી કે, ક્રિકેટનો બોલ કેવો હોય છે. તેનાં ભાઈનાં મિત્રોએ મને ચેન્નઈમાં રમવા માટેનો મોકો આપ્યો હતો. ચેન્નઈથી જ નટરાજનની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઇ હતી. સીઝન બોલ પર ક્રિકેટ રમવા માટે અલ્હ બુટ સહિત ઘણી વસ્તુની જરૂર પડે છે પરંતુ જ્યારે તેનાં પર ઓચિંતો ફોન આવ્યો તે સમયે નટરાજન પાસે ટ્રેનિંગમાં જવા માટે બસનું ભાડું પણ ન હતું.

નટરાજન જે ટીમ બાજુથી રમતો તે ટીમ જ તેને બુટ આપતી. નટરાજન આ બુટને બહુ જ સાચવીને રાખતો કારણ કે, તે લાંબો સમય સુધી ચાલી શકે. નટરાજનનો મુખ્ય ધ્યેય તો તમિલનાડુ બાજુથી રણજી રમવાનો હતો. સાધારણ રીતે લોકો અંડર 19, અંડર 16 તેમજ અંડર 23 રમીને રણજી ટ્રોફી રમતા હોય છે, નટરાજન સીધો જ રણજી ટ્રોફી રમ્યો હતો. તે પછી IPLથી નટરાજન બધા લોકોની નજરે ચડ્યો હતો. છેવટે ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમની સામે ઉતારવા નટરાજનને એન્ટ્રી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "એક સમયે ખાવાના પણ ફાફા હતા અને આજે ભારતીય ટીમના આ ક્રિકેટરે ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો ડંકો"

Leave a comment

Your email address will not be published.


*