હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ સોસીયલ મીડિયામાં શેર કરી આ તસ્વીર, લોકોએ જોતા જ એવીએવી કોમેન્ટો કરી કે…

Published on: 11:29 am, Fri, 2 October 20

બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ, જે ટીમ ઈન્ડિયાના પ્રખ્યાત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની છે. નતાસા એક સર્બિયન મોડેલ છે. જેણે પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે વર્ષ 2014-’15માં રિયાલિટી શો ‘બિગ બોસ 8’માં ભાગ લીધો હતો.

એણે ‘ફુકરે રિટર્ન્સ’ થી લઈને મહેબૂબા, ‘જિંદગી મેરી ડાન્સ ડાન્સ’ જેવી ફિલ્મોનાં ઘણા હિટ બોલીવુડ ગીતોમાં કામ કર્યું છે. તેણે તમિલ અને કન્નડ ફિલ્મોમાં ડાન્સ પણ કર્યા છે.તે છેલ્લે ટTV એક્ટર અને મિત્ર એલી ગોની સાથે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

તેણે તેમના પુત્ર અગસ્ત્યની તસ્વીર શેર કરી હતી. ગઈકાલે અગસ્ત્ય કુલ 2 મહિનાનો થયો છે. ખુશીની વાત તો એ છે કે, એણે પોતાના પુત્રની તસવીર શેર કરી. એણે ફોટો પોસ્ટ કરતાંની સાથે જ લોકો દ્વારા પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થયું. તસ્વીરમાં, અગસ્ત્ય માતા નતાસા સ્ટેન્કોવિચનાં ખોળામાં છે અને તે કેમેરા બાજુ જોઈ રહી છે.

તસ્વીર જોઈને લોકોએ અગસ્ત્યનાં ચહેરાને જોઈ કહ્યું  તેનો ચહેરો હાર્દિક પંડ્યાને મળતો આવે છે. હાર્દિક અને નતાશાના બાળકનો જન્મ 30 જુલાઈ વર્ષ 2020 માં થયો હતો. એમણે બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં યુએઈમાં છે અને IPL રમી રહ્યો છે. તે જ સમયે પત્ની નતાશા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહેલી છે અને અગસ્ત્યની તસવીરો પોસ્ટ કરી રહી છે.

ગુજરાતમાં આવેલ આણંદની અકાંશા હોસ્પિટલમાં બાળકની ડીલીવરી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા, દંપતીએ તેમના સપોર્ટ અને સંભાળ માટે ડોકટરોની ટીમનો આભાર માન્યો હતો. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરીએ નતાશાને દુબઇની બોટમાં બેસાડીને રિંગ ગિફ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

#2months 💙 Agastya 💙

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle