PM મોદીથી લઈને લાખો લોકોના દિલમાં છવાઈ ગઈ ફક્ત 4 વર્ષની આ બાળકી – જુઓ વિડીયો 

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા રહેતાં હોય છે. જેને જોઈ કેટલાંક લોકો હસી પડતાં હોય છે તો કેટલાંક વિડીયો આપણને નવાઈ પમાડે એવાં…

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા રહેતાં હોય છે. જેને જોઈ કેટલાંક લોકો હસી પડતાં હોય છે તો કેટલાંક વિડીયો આપણને નવાઈ પમાડે એવાં હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે કે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોનાં તો PM મોદીએ પણ ભરપેટ વખાણ કર્યાં છે. દેશ પ્રત્યે પ્રેમ તથા સમર્પણની ભાવના તમામ ભારતવાસીઓમાં વસેલી હોય છે. એ પછી બાળક હોય કે મોટા, તમામ વર્ગ દેશ પ્રત્યે સન્માન પ્રગટ કરતો હોય છે. આ દરમિયાન એક 4 વર્ષની બાળકીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક બાળકી ‘વંદે માતરમ’ ગીત ગાઈ રહી છે. એના વીડિયોને મિઝોરમના મુખ્યમંત્રી દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. ત્યારપછી PM નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયોને શૅર કર્યો છે. PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો શૅર કરીને લખ્યું છે કે, પ્રેમ અને પ્રશંસનીય.

આ પ્રસ્તુતીકરણ માટે એસ્થર નામ્તે (Esther Hnamte) પર ખુબ ગર્વ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 33.67 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. પ્રખ્યાત સંગીતકાર AR રહેમાનએ પણ આ વીડિયોને રિટ્વીટ કરીને એસ્થર નામ્તે (Esther Hnamte)ની ક્યૂટનેસ તથા ગીતની પ્રશંસા કરી છે.આ વીડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *