24 સપ્ટેમ્બરે PM મોદી ભારતીય ક્રિક્રેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની સાથે ખાસ આ કારણ માટે કરશે વાતચીત…

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. PM મોદી ઘણીવાર વિવિધ રાજ્યોના CMની સાથે બેઠક કરતાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ…

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. PM મોદી ઘણીવાર વિવિધ રાજ્યોના CMની સાથે બેઠક કરતાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Viral Kohli) તથા અભિનેતા મિલિન્દ સોમન (Milind Soman)ની સાથે વાતચીત કરવાના છે.

24 સપ્ટેમ્બરનાં રોજ ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ (Fit India Movement)ની પ્રથમ વર્ષગાંઠ ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ઓનલાઇન માધ્યમથી ‘ફિટ ઈન્ડિયા સંવાદ’નું પણ આયોજન કરવામાં આવશે. PM મોદી આ આયોજનમાં એ લોકોની સાથે વાત કરશે કે જેઓએ લોકોને ફિટનેસ માટે પ્રેરિત કરેલા છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે ઓનલાઇન વાતચીતમાં સામેલ લોકો ફિટનેસ તેમજ સારા સ્વાસ્થ્ય વિશે જણાવશે. એમના વિચારો પર PM નરેનદ્ર મોદી દ્વારા પોતાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાની ફિટનેસ વિશે જણાવતાં લોકોને ટિપ્સ પણ આપવામાં આવશે.

આ ચર્ચામાં પ્રખ્યાત હસ્તીઓ વિરાટ કોહલી, મિલિન્દ સોમન, રુજુતા સ્વેકર સહિત બીજા કેટલાંક લોકો સામેલ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિટનેસ સંવાદમાં પોષણ, સ્વાસ્થ્ય તથા ફિટનેસ પર વાતચીત થશે. બીજી બાજુ જણાવવામાં આવી રહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી દ્વારા એક જન આંદોલનના સ્વરૂપમાં ‘ઈન્ડિયા મૂવમેન્ટ’ની કલ્પના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *