આ યુદ્ધ જીતની યાદગીરીમાં ઉજવાય છે નૌસેના દિવસ, પાકિસ્તાનને લોહીના આંસુએ રડાવ્યું હતું નેવીએ…

આજે દેશભરમાં ચોથી ડિસેમ્બરના રોજ 47મો નૌકા સેના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ઘણા ભારતીયોના મનમાં આ દિવસ શા માટે ૪ ડિસેમ્બરના દિવસે જ ઉજવવામાં આવે છે તેવો સવાલ થતો જ હશે. આજે અમે તેનું ઐતિહાસિક કારણ આપની સમક્ષ રાખીશું. ૪ ડિસેમ્બર નો ઇતિહાસ તમે જાણશો તો તમે પણ કહેશો શાબાશ ઇન્ડિયન નેવી…

નેશનલ નેવી ડે નો ઇતિહાસ તપાસીએ તો જાણવા મળશે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ સામે આવશે. 3 ડિસેમ્બર 1971ના રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધનું એલાન થઈ ગયું હતું. તેના બીજા જ દિવસે ભારતીય નૌકા સેના એ મોરચો સંભાળી લીધો અને ઇન્ડિયન નેવી એ ઓપરેશન ટ્રાઇડેન્ટ ની જાહેરાત કરી. નેવીએ પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કર્યો અને જોરદાર બોમ્બમારો કર્યો માત્ર બે જ દિવસમાં ઇન્ડિયન નેવી એ કરાચી બંદર ને દુનિયા ના નકશા માંથી ગાયબ કરી દીધું. બસ આજ ઘટનાને યાદ કરતા ઇન્ડિયન નેવી દર વર્ષે ચોથી ડિસેમ્બરના રોજ નૌકા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે કરે છે.

ઓપરેશન ટ્રાઈડેન્ટ એક એવી ક્ષણ હતી કે, જ્યારે ભારતીય નેવી એ પ્રથમ વખત એન્ટિશિપ મિસાઈલનો ઉપયોગ કરીને પાકિસ્તાનના કરાચી નૌસેના મથક ને ઉડાવી દીધું હતું. આ ઓપરેશનમાં તત્કાલીન ઇન્ડિયન નેવી ની મિસાઈલ લોન્ચર આઈ એન એસ નિપટ, આઈ એન એસ નિરઘટ, અને આઈ એન એસ વીર શામિલ હતા.

ઇન્ડિયન નેવી 2 anti submarine અને એક ટેન્કર ની સાથે આ યુદ્ધની શરૂઆત કરી હતી. આ હુમલામાં પાંચ પાકિસ્તાની નાવિકો અને 700 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઓપરેશન ટ્રાઈડેન્ટ ને ભારતીય નૌસેના નું સૌપ્રથમ સફળ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. ભારતીય નૌસેના ની તાકાત ૫૮ હજાર સૈનિકો થી પણ વધુની છે એ વિશ્વની સાતમી સૌથી તાકતવર નૌસેના નું સ્થાન ધરાવે છે.

ભારતની નૌસેનાની તાકાતની એક ઝલક:

તાજેતરમાં આવેલા આંકડા મુજબ ભારતીય નૌસેનામાં 295 જહાજ છે. બીજી બાજુ વર્તમાન વાહક જહાજ 3, યુદ્ધ પોત 14, લડાકૂ જળપોત 23, પનડુબ્બી 15, પેટ્રોલ ક્રાફ્ટ 139 અને યુદ્ધ પોત જહાજ 6 છે. પાકિસ્તાનની નૌસેના – જ્યારે કે પાકિસ્તાન પાએ તેની નૌસેનામાં લગભગ 197 જહાજ છે. બીજી બાજુ વર્તમાન યુદ્ધ પોત 10, સબમરીન 8, પેટ્રોલ ક્રાફ્ટ 17 અને યુદ્ધ પોત જહાજ 3 છે.

Facebook Comments