ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના નવા નિયમોને લઈને કરી મોટી જાહેરાત- ગરબા રમતા પહેલા જાણી લો આ સમાચાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ કોરોના(Covid-19)નું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તહેવારોના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. ત્યારે હવે આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ કોરોના(Covid-19)નું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તહેવારોના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. ત્યારે હવે આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજવામાં આવી હતી, જેમાં નવરાત્રી(Navratri)માં છૂટછાટ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Home Minister Harsh Sanghvi)એ કેટલાક નિયમો અંગે મહત્વની જાહેરાત કરી છે. નવરાત્રીના તહેવારને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ માટે નવરાત્રી આસ્થાનો તહેવાર છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઇ શક્યું નથી. આ વખતે CM ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)એ તમામ વિભાગ સાથે ચર્ચા કરી મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઇનને અનુસરીને ગરબા રમવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શેરી ગરબાનું આયોજન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શેરી ગરબામાં વધુમાં વધુ 400 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે. સાથે કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવુ પડશે. હાલમાં જાહેર અને કોમર્શિયલ ગરબાની કોઈ પણ છૂટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. જયારે રાજ્યના મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનારા દિવસોમાં છૂટછાટ સાથે તહેવારોને ઉજવી શકીએ માટે કોરોનાના નિયમોને અનુસરીને આ નવરાત્રીનું આયોજન કરી શકીએ.

વેક્સીન લીધી હોય તે લોકો જ નવરાત્રીમાં ગરબા રમી શકશે:
વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા રમી શકશે. કોરોનાના નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. સરકારની ગાઈડલાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. જયારે અન્ય તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામનાઓ પાઠવી છે. સાથે અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થઇ ચુક્યું છે. હાલમાં બીજા ડોઝ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવરાત્રીની આસ્થા જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના લોકો સાથે મળીને આ અંગે કામગીરી કરી રહ્યા છે. નવરાત્રી ગુજરાતીઓ માટે ખૂબ મહત્વનો તહેવાર ગણાય છે. નિણર્ય ગુજરાતના તમામ લોકોના હિતમાં લેવામાં આવ્યો છે.

નિયમોનુસાર જો લોકો ગરબા રમશે તો પોલીસ કોઈ પરેશાન કરશે નહિ:
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજવામાં આવે છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રીના તહેવારમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહિ. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈ પણ વ્યક્તિને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા સૌ માટે છે. નિયમ તોડશે નહીં માટે પોલીસને પગલાં લેવાનો કોઈ પણ પ્રશ્ન નથી આવતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *