ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

BJPની વધુ એક અભદ્ર હરકત: ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કહી, “નથ્થુરામ ગોડસે જિંદાબાદ”ના નારા લગાવ્યા

nathuram godseભાજપ નેતાઓના વોટ્સએપ ગ્રુપમાં અવાર નવાર વિવાદિત પોસ્ટો અને બીભત્સ ફોટા અથવા તો વીડિયો પોસ્ટ થતા રહે છે. આવી વધુ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. નવસારી ચીખલી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં એક વિવાદિત પોસ્ટ વાયરલ થતા મોટો હોબાળો થયો હોવાની વાત સામે આવી છે. ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપમાં ગાંધીજીને લઈને બીભત્સ ટીપ્પણીઓ બહાર આવી છે.

નવસારી ચીખલી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મહાત્મા ગાંધીજી બાબતે અભદ્ર ટિપ્પણી કરેલ પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના આ ગ્રુપમાં નથુરામ ગોડસે જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા છે. ગાંધીજી કરતા નથ્થુરામ ગોડસેને સારા ગણાવતા આ નેતાઓ પ્રજાના પ્રતિનિધિ છે તે ભાન કદાચ ભુલી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

મળતી માહિતી અનુસાર, બીજેપી ચીખલી-વલસાડ ગ્રુપમાં મહાત્મા ગાંધીજીના ફોટા સાથે પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં ગાંધીજી વિશે બીભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય તેમ એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ નાખ્યું હતું. જોકે, ચીખલી પીઆઈ ડી.કે. પટેલનો સંપર્ક સાધતા તેઓ આ ઘટનાથી અજાણ હોવાનું અને આવું હશે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઘટનામાં તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોએ મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા, સાથે જ નથુરામ ગોડશે માટે ઝિન્દાબાદ લખવામાં આવ્યું હતું.

ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે ગુજરાતના જ ભાજપના કેટલાક લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે શરમજનક વાત છે. જેના પર ફૌજદારી ગુનો દાખલ થવો જોઈએ.

ચીખલી તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ ડૉ.અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, ચીખલી ભાજપ ગ્રુપમાં જે પણ વ્યક્તિએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે. આ બિલકુલ યોગ્ય નથી. યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે. તે ભાજપનો હોદ્દેદાર નથી. આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: