આ 5 વિધાનસભા બેઠકો પર શેરીએ-શેરીએ લાગ્યા મતદાન બહિષ્કારના પોસ્ટર- આ છે મુખ્ય કારણો

ગુજરાત(Gujarat): નવસારી-ડાંગ(Navsari-Dang) જિલ્લામાં વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)માં પ્રથમ વખત સૌથી વધુ જગ્યાએ મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો વિધાનસભા,…

ગુજરાત(Gujarat): નવસારી-ડાંગ(Navsari-Dang) જિલ્લામાં વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)માં પ્રથમ વખત સૌથી વધુ જગ્યાએ મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો વિધાનસભા, લોકસભા અને અન્ય ચૂંટણીઓ હોય ચૂંટણી બહિષ્કાર અને મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવે છે. જોકે જિલ્લામાં આવી ચીમકી આપવામાં આવતી હોય તેની સંખ્યા એકલદોકલ જ હોય છે પરંતુ આ વખતે સ્થિતિ કઇક અલગ જ જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી અને ડાંગ જિલ્લો મળી કુલ 5 વિધાનસભા બેઠકો છે અને આમાંની અંદાજે તમામ બેઠકોમાં કોઈક ને કોઈક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કારની જાહેરાત કરી તેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. કોઈક બેઠક ઉપર એક જગ્યાએ તો નવસારી, ડાંગ જેવી બેઠક ઉપર તો બે થી વધુ જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે.

જોકે બહિષ્કાર કરવાના કારણો તમામ જગ્યાએ જુદા જુદા જણાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વર્ષોથી જુદા જુદા ચૂંટણીના સાક્ષી રહેલ સિનિયર સિટીઝન પણ જણાવે છે કે આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત ભૂતકાળમાં થઈ નથી. હાલ તો બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે અને તેના બોર્ડ મુકાયા છે પણ આગામી સમયમાં મતદાન માટે સમજાવટ થાય અને મતદાન થાય કે નહીં તે તો આગામી સમયમાં જોવું રહ્યું.

શા માટે બહિષ્કારની ચીમકી, જુઓ જગ્યા અને કારણો: 
જમાલપોર સર્વોદયનગર -રાધાકૃષ્ણ મંદિર ડિમોલિશનનું પ્રકરણ અને અંચેલી – રેલવે ટ્રેનોના સ્ટોપેજનું કારણ અને અમલસાડ – રેલવે ફાટક બંધ પ્રકરણ અને યોગીનગર વિજલપોર-વરસાદી પાણી, ડ્રેનેજની સમસ્યા અને વાટી, તા. વાંસદા – અંબિકા નદી પર પુલની માગ અને બીલીમોરા ભાગ્યલક્ષ્મી સોસાયટી, જલાશિવ સોસાયટી, નવજીવન કોલોની દેસરા અને ટીપી સ્કિમમાં સમાવવાનો વિવાદ અને રાનવેરીખુર્દ – ખરોલી આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અને પીપલદહાડ, જોમનસોઢા ડાંગ – બિસ્માર રસ્તો અને ગિરાદાબધર , કામદ, બિલમાડ, ડાંગ – બિસ્માર રસ્તો
– કોસીમપાતળ, મોટીદબાસ ડાંગ – રસ્તો અને પુલની માંગ કરવામાં આવી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *