ગુજરાતીઓ વિદેશમાં અસુરક્ષિત! નવસારીના પાટીદાર યુવાનની ન્યૂઝીલેન્ડમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકીને હત્યા

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો દેશમાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી, ત્યારે એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાતીઓ હવે વિદેશોમાં પણ સુરક્ષિત…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો દેશમાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી, ત્યારે એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાતીઓ હવે વિદેશોમાં પણ સુરક્ષિત નથી. ત્યારે વિદેશમાં ફરી એકવાર મૂળ ભારતીય યુવકની હત્યા(Janak Patel Murder in New Zealand) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, નવસારીના વડોલી ગામના યુવાનની ન્યૂઝીલેન્ડ(New Zealand)માં પત્નીની નજર સામે જ હત્યા કરવામાં આવી છે. NRI યુવાન જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરી રહ્યા હતા ત્યારે લૂંટારૂઓએ દુકાનમાં પ્રવેશી તેના પર હુમલો કર્યો હતો અને લૂંટારુઓ જનક પટેલની હત્યા કરીને ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

મૃતક યુવાન જલાલપોર તાલુકાના વડોલી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઓકલેન્ડમાં આવેલી દુકાનમાં 2 દિવસ અગાઉ તેના પર જીવલેણ હુમલો થયો હતો. 8 મહિના અગાઉ જ નવસારીના વડોલી ગામનો યુવાન પત્ની સાથે સ્થાયી થયો હતો. યુવાનની હત્યા થતાં ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીયોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ ન્યૂઝીલેન્ડ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પછી ત્યાં જનક પટેલનાં પરિવાર અને ન્યૂઝીલેન્ડમાં સ્થાયી ગુજરાતીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, જલાલપોર તાલુકાના વડોલી ગામનો રહેવાસી 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ અગાઉ જ થયા હતા અને તેની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. તેઓ આઠ મહિના અગાઉ જ ન્યૂઝિલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા તે સમય દરમિયાન આ ઘટના બની હતી.

જો વાત કરવામાં આવે તો જનક પટેલ અને તેની પત્ની વિજેતા સાથે છેલ્લા આઠ મહિનાથી ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન અચાનક લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેમની પત્નીને ચપ્પુ બતાવી દુકાનમાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવી રહ્યા હતા. બીજી બાજુ લૂંટારુંનો સામનો કરવા જતા એક લૂંટારુએ જનક પટેલ પર ચપ્પું વડે ઘાતકી હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠથી દસ જેટલા ઘા ઝીંકીને હત્યા કરીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *