નવસારી લોકસભા પરથી પરપ્રાંતીય સામે સ્થાનિક કોળી પટેલના નેતૃત્વની માંગ ઉઠી

સુરત જિલ્લામાં આવતી બે લોકસભા બેઠક પૈકીની એક બેઠક પર છેલ્લા ઘણા વર્ષોથી પરપ્રાંતિય ઉમેદવાર સી.આર.પાટીલને ફાળવવામાં આવી રહી છે. નવસારી લોકસભા માં આવનારી 2019ની લોકસભા ચૂંટણી માટે ગઈકાલે ભાજપના નિરીક્ષકો દ્વારા નવસારી ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવા આવ્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી હાલના સાંસદ સી.આર.પાટીલ ના કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી કોઈ દાવેદારી કરતું ન હતું અને કોઈ મજબૂત ઉમેદવાર પણ ન હોવાથી પરપ્રાંતિય સી.આર.પાટીલ નો સિક્કો ચાલતો હતો. પરંતુ ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે ચોર્યાસી કાંઠાવિસ્તારના ખેડૂત આગેવાન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને કોળી પટેલ નેતા બળવંતભાઈ લલ્લુભાઇ પટેલે પોતાની રજૂઆત કરી હતી અને પોતાને ટિકિટ મળે તે માટે સમર્થકો સાથે રજૂઆતો કરી છે.

બળવંતભાઈ પટેલ મેદાનમાં આવતા હાલના સાંસદ સી.આર.પાટીલ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ સી.આર.પાટીલ ની વિરોધમાં સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત તિવારી દ્વારા સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીમાં ખોટા એફિડેવિટ ઉભા કરવાની પુરાવા સાથેની ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને આ બાબતે પ્રધાનમંત્રી કાર્યાલય પણ સખ્તી થી કાર્યવાહી કરવાના મૂડમાં છે તેવું અમિત તિવારીએ જણાવ્યું છે. આમ સી આર પાટીલ ના દબદબા વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ અને એક મજબૂત ઉમેદવાર ઉભો થતાં તેનું લોકસભા ચૂંટણી લડવાનું સપનું રોળાઇ શકે છે.

બળવંતભાઈ પટેલ ની વાત કરીએ તો તેઓ કોળી પટેલ સમાજમાંથી આવે છે અને નવસારી લોકસભા વિસ્તારમાં માત્ર કાંઠા વિસ્તારમાં જ સાત લાખ જેટલા કોળી પટેલ સમાજમાંથી આવતા લોકો વસે છે. બળવંતભાઈ પટેલ એક ખેડૂત આગેવાન ની સાથે સાથે વર્ચસ્વ ધરાવતા બાહોશ સંગઠન શક્તિ ધરાવે છે. ઉત્તર ભારતીય દલિત મુસ્લિમ સવારનો ખલાસી ભરવાડ સમાજ તમામ સમાજો બળવંતભાઈ પટેલ ની સાથે ઉભા છે. તેવી રજૂઆત નિરીક્ષકો સમક્ષ થતા અંત સમયે સી.આર.પાટીલ નું પત્તું કપાય શકવાની શક્યતાઓ વધી ગઈ છે. બળવંત પટેલ ભાજપ ની સ્થાપના વર્ષ 1980થી સક્રિય કાર્યકર છે. તેઓ એક સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિત્વને કારણે સ્થાનિકોમાં પ્રશંસનીય છે.

Facebook Comments