સુરતની ગેંગવોર પહોચી નવસારી, વસીમ બીલ્લાની ગોળી મારી હત્યા

Navsari reaches Surat's gangwar

Published on: 9:58 am, Thu, 23 January 20

નવસારીમાં સુરતનાં માથાભારે વ્યક્તિ વસીમ બિલ્લાને મોડી રાતે ચાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ હરકતમાં આવી છે. ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને વસીમ બિલ્લાને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો. જ્યાં ડ્યુટી પરના ડોક્ટર્સે વસીમને મૃત જાહેર કર્યો.

વસીમ નવસારીના છાપરા રોડ પર આવેલા જીમમાં આવતો હોઈ વિરોધી ગેંગે તેના પર વોચ ગોઠવી હતી. બુધવારે રાત્રે વસીમ જીમમાંથી નીચે ઉતરી તેની કારમાં બેસવા જતો હતો. ત્યારે અચાનક ત્રણ થી ચાર બરમુડા પહેરેલા અજાણ્યા લોકોએ તેના ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને વસીમ ઘટના સ્થળેજ ઢળી પડ્યો હતો.  હુમલા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.

બીજી તરફ ઘટના સ્થળે પોલીસે કારની ઘેરાબંધી કરી એફએસએલની મદદથી તપાસનો ચાલુ કરી છે. સાથે જ સમગ્ર રેંજમાં નાકાબંધી કરી હોટલો અને ઢાબામાં ચેકિંગ શરૂ કર્યું છે. સુરતના ઝાંપા બજારમાં રહેતા કુખ્યાત વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બીલ્લાને ગુજરાત હાઈકોર્ટે સુરત શહેરમાંથી તડીપાર કર્યો હતો.

જેથી વસીમ બિલ્લા નવસારીના રંગુનનગર ખાતે એપાર્ટમેન્ટમાં પિતા સાથે રહેતો હતો. વસીમ ખંડણી, મારપીટ તેમજ દારૂના ધંધા સાથે જોડાયેલો હતો. સાથે જ તેનો સુરતના એક શખ્સ સાથે 5 કરોડ રૂપિયાની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.