પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો

આજથી અલૂણા વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે છોકરીઓ હાથમાં મહેંદી મુકીને શિવજીના વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે કોઈ ફરિયાદ લઈને આપણે પોલીસ પાસે…

આજથી અલૂણા વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે છોકરીઓ હાથમાં મહેંદી મુકીને શિવજીના વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે કોઈ ફરિયાદ લઈને આપણે પોલીસ પાસે જતા હોઈએ છીએ પરંતુ સુરતની કતારગામ પોલીસ એ પોલીસ સ્ટેશનમાં આવતા મહિલાઓ અને બાળકોને અચરજ પમાડે તેવું કાર્ય કરીને સમાજને એક અનોખી રાહ ચીંધી છે.

આજ રોજ સુરત માં સામાજિક ક્ષેત્રે કાર્યશીલ નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કતારગામ પોલીસ સ્ટેશન ખાતે બાલિકાઓને મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિશુલ્ક મહેંદી મૂકી આપવામાં આવી હતી જેનો લાભ 200થી વધુ બાળકીઓએ અને યુવતિઓએ લીધો હતો.

આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન માં કાર્યરત અધિકારીઓ પણ જોડાયા હતા જેનાથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ સધાય અને લોકોમાંથી પોલીસ અંગે થતી ખોટી વાત થી ડર દૂર થાય આ કાર્યક્રમ દરમ્યાન કતારગામ પોલીસ સ્ટેશન પીઆઇ ધાંસુરા સાહેબ એ મહિલા સુરક્ષા અને નારી સશક્તિકરણ ની વાત કરીને પોલીસ સ્ટેશનમાં હાજર મહિલાઓનું મનોબળ વધાર્યું હતું અને કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી હતી.

એસીપી શ્રી ચાવડાની સાહેબે પણ આ પ્રસંગે પોલીસ ના નવા અભિગમને સારો ગણાવ્યો હતો અને પ્રજા વચ્ચે સંદેશો ગયો છે કે સમાજ અને પોલીસ વચ્ચે કોઈ અંતર નથી અને આ કાર્યક્રમથી વિસ્તારમાં અને શહેરમાં ભયમુક્ત વાતાવરણ બનાવવામાં સફળતા મળશે. તેમણે નારી સશક્તિકરણ અને સ્વનિર્ભર થાય તેવી હિમાયત પણ કરી.

કાર્યક્રમનું આયોજન કરનાર નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો એ લોકોમાં પોલીસનો ભય દૂર થાય અને ભયમુક્ત વાતાવરણ બની રહે તે માટે કરેલા પોલીસ સાથેના સહિયારા પ્રયાસ ને સાર્થક કરી બતાવ્યું હતું અને આવનારા સમયમાં સુરત શહેરને ગુના મુક્ત અને ભય મુક્ત બનાવવાની ટેક લીધી હતી.

એસીપી શ્રી ચાવડાની સાહેબે પણ આ પ્રસંગે પોલીસ ના નવા અભિગમને સારો ગણાવ્યો હતો અને પ્રજા વચ્ચે સંદેશો ગયો છે કે સમાજ અને પોલીસ વચ્ચે કોઈ અંતર નથી અને આ કાર્યક્રમથી વિસ્તારમાં અને શહેરમાં ભયમુક્ત વાતાવરણ બનાવવામાં સફળતા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *