રુવાડા બેઠા કરી દેતી ઘટના, ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનો છૂંદો બોલી ગયો

Neemuch Van Accident: રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. પુરપાટ ઝડપને કારણે રોજે સેકડો લોકો પોતાનો જીવ ગુમાવતા…

Neemuch Van Accident: રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. પુરપાટ ઝડપને કારણે રોજે સેકડો લોકો પોતાનો જીવ ગુમાવતા હોઉં છે, ત્યારે અનેક લોકો સામેવાળા વ્યક્તિના કારણે પણ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મધ્ય પ્રદેશના નીમચ માંથી સામે આવી છે.

એક વાન નીમચમાં મનસા-મંદસૌર રોડ પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને નીમચની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે લગભગ 6 વાગે થયો હતો. આ પરિવાર ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ વાન મંદસૌરથી આવી રહી હતી, જે રૂપવાસ પાસે રોડ કિનારે પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. ટ્રોલીમાં ટેન્ટનો સામાન રાખવામાં આવ્યો હતો. મેળલી માહિતી અનુસાર મૃતકો મંદસૌર જિલ્લાના દેવરી ખવાસાના રહેવાસી હતા. હાલ અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગ્લેન્ડર મશીનથી વાન કાપીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવા પડ્યા હતા.

અકસ્માતમાં સંદીપ (ઉંમર વર્ષ 35)ના પિતા બંસીલાલ પાટીદાર, સુશીલા બાઈ (ઉંમર વર્ષ 65)ના પતિ બંસીલાલ પાટીદાર અને જયંતિ બાઈ (ઉંમર વર્ષ 32)ના મોત થયા હતા. જ્યારે ચેતના (ઉંમર વર્ષ 12), નમન (ઉંમર વર્ષ 8), પપ્પુ પાટીદાર (ઉંમર વર્ષ 32) અને કમલા બાઈ (ઉંમર વર્ષ 54) ઘાયલ છે. તમામની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બે એમ્બ્યુલન્સની મદદથી મૃતકો અને ઘાયલોને મનસા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ દરેકને નીમચ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અહીંથી પપ્પુને રાજસ્થાનના ઉદયપુર રિફર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *