ચીનમાં ગોલ્ડન બોય નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ- ભારતના ખાતામાં આવ્યો 17 મો ગોલ્ડ મેડલ

Published on Trishul News at 7:05 PM, Wed, 4 October 2023

Last modified on October 5th, 2023 at 8:14 AM

Neeraj Chopra wins Asian Games gold: ભારતના સુપરસ્ટાર એથ્લેટ નીરજ ચોપરા(Neeraj Chopra)એ બુધવારે પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેણે ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સ-2023માં પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કિશોર કુમાર જેનાને આ ઇવેન્ટનો સિલ્વર મેડલ મળ્યો હતો.

એશિયન ગેમ્સમાં પ્રથમ વખત
એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ભાલા ફેંકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. નીરજ ચોપરા વર્તમાન વિશ્વ અને ઓલિમ્પિક ચેમ્પિયન છે. તે સતત બીજી વખત એશિયન ગેમ્સ ચેમ્પિયન બન્યો હતો. નીરજ તેના કોન્ટિનેંટલ ટાઇટલનો બચાવ કરવા હાંગઝોઉ આવ્યો અને અજાયબીઓ કરી.

પ્રથમ પ્રયાસમાં નીરજે કરેલો થ્રો રેકોર્ડ થઈ શક્યો ન હતો. પરંતુ કોમેન્ટેટર અનુસાર, નીરજનો પહેલો થ્રો જે રેકોર્ડ થયો ન હતો તે લગભગ 87 મીટરનો હતો. ભારતીય સ્ટારે ફરીથી પ્રથમ થ્રો ફેંકવો પડ્યો જેમાં તેણે 82.38 મીટરનો થ્રો કર્યો. વર્તમાન વિશ્વ ચેમ્પિયન નીરજે બીજા પ્રયાસમાં 84.49 મીટરનો થ્રો કર્યો હતો. નીરજ ચોપરાનો ત્રીજો પ્રયાસ ફાઉલ થયો હતો. નીરજે ચોથા પ્રયાસમાં 88.88 મીટરનો થ્રો કર્યો હતો. ચોથા પ્રયાસમાં નીરજે 80.80 મીટરનો થ્રો કર્યો હતો. નીરજે પાંચમા અને છેલ્લા પ્રયાસમાં ફાઉલ કર્યો હતો.

ચોથા પ્રયાસમાં મળી સફળતા
નીરજ ચોપરા, જેઓ પાણીપત, હરિયાણાના રહેવાસી છે, તેમના ચોથા પ્રયાસમાં 88.88 મીટર બરછી ફેંકી હતી, જે સિઝનનો સર્વશ્રેષ્ઠ છે. અશોક કુમાર જેનાને આ ઇવેન્ટનો સિલ્વર મેડલ મળ્યો હતો. અશોકે 87.54 મીટરનો થ્રો કર્યો હતો. અશોકે તેના ચોથા પ્રયાસમાં પણ આ થ્રો કર્યો હતો. આ અશોક કુમારનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

એશિયન ગેમ્સ 2023 નીરજ ચોપરાની વર્ષની છેલ્લી સ્પર્ધા હતી. નીરજે આ વર્ષની શરૂઆતમાં બુડાપેસ્ટમાં તેનો પહેલો વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ગયા મહિને તે તેના ડાયમંડ લીગ ટાઈટલનો બચાવ કરી શક્યો ન હતો.

હરમિલને જીત્યો બીજો મેડલ
અગાઉ, ભારતની હરમિલન બેન્સે, 21 વર્ષ પછી તેની માતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરીને બુધવારે એશિયન ગેમ્સમાં મહિલાઓની 800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પંજાબની 25 વર્ષની હરમિલને 2:03.75 સેકન્ડનો સમય મેળવ્યો હતો. શ્રીલંકાની તરુષિ દિસનાયકા 2:03. 20 સેકન્ડનો સમય કાઢીને ગોલ્ડ મેડલ જીત્યો. ચીનની ચુન્યુ વાંગે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બેન્સે મહિલાઓની 1500 મીટર દોડમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની ચંદા 800 મીટરમાં 7મા ક્રમે રહી હતી.

Be the first to comment on "ચીનમાં ગોલ્ડન બોય નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ- ભારતના ખાતામાં આવ્યો 17 મો ગોલ્ડ મેડલ"

Leave a comment

Your email address will not be published.


*