નેહા કક્કર ભાવિ પતિને ભેટમાં આપશે આ ખાસ વસ્તુ અને સાથે-સાથે લગ્નમાં આ બનશે ખાસ મહેમાન

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર(Neha kakkar) ટૂંક સમયમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહની સાથે (Rohanpreet Singh) લગ્ન કરવા માટે જઈ રહી છે. ઋષિકેશમાં એમનો પરિવાર લગ્નની…

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર(Neha kakkar) ટૂંક સમયમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહની સાથે (Rohanpreet Singh) લગ્ન કરવા માટે જઈ રહી છે. ઋષિકેશમાં એમનો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેલો છે. બોલીવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર હવે થોડાં સમયમાં જ Mrs. સિંહ બનવાની છે.

નેહા કક્કરે હાલમાં જ એના સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથેના એના સંબંધની પુષ્ટિ કરી છે. આ જાહેરાત બાદ ઉત્તરાખંડમાં આવેલ ઋષિકેશમાં એના લગ્નને લઇ જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો છે.

ઉત્તરાખંડની પુત્રી તથા બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર 24 ઓક્ટોબરનાં રોજ પંજાબી ગાયિકા રોહનપ્રીત સિંહની સાથે લગ્ન કરવાની છે. થોડાં સમયમાં જ થવા જઇ રહેલા લગ્નની માટે ઋષિકેશમાં એનો પરિવારજનો આ લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેલો છે. તમામ લોકો આ લગ્નથી ખૂબ જ આનંદિત છે.

નેહા કક્કડના લગ્ન સમયે, એનો પરિવાર ઋષિકેશથી ગંગા જળ લઇને દિલ્હી આવશે તથા નેહાને આ ગંગાના પાણીથી મહેંદીમાં સ્નાન કરાવવામાં આવશે. આની સાથે જ કેદારનાથની પૂજા કરીને માળા મંગાવવામાં આવી છે, જે એના ભાવિ પતિને ભેટ તરીકે આપવામાં આવશે.

નેહાના ભાઈ વિશાલ કક્કડનું જણાવવું છે કે, નેહાનો ઉત્તરાખંડની સાથે વિશેષ લગાવ રહેલો છે. જેને લીધે નેહાએ થોડા વર્ષો પહેલા જ ઋષિકેશના હનુમંત પુરામાં પોતાનું ઘર બનાવ્યું છે. આટલું જ નહીં પણ એ સમયાંતરે ઋષિકેશ પણ જાય છે. વિશાલના જણાવ્યા મુજબ, નેહા નાનપણમાં જ દિલ્હી શિફ્ટ થઈ ગઇ હતી તથા સંગીતનાં જગતમાં બંને બહેનોએ નામ બનાવવાની શરૂઆત કરી હતી.

જો કે, નેહા હજુ પણ ઋષિકેશની સાથે જોડાયેલ છે. ત્યારપછી એને બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. હાલમાં જ ઇન્ડિયન આઇડલની જજ પણ બની હતી. બોલિવૂડની સિવાય નેહાએ ઘણા મ્યૂઝિક આલ્બમ પણ બહાર પાડ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, નેહાનું સોશિયલ મીડિયામાં પણ મોટું ફેન ફોલોઇંગ છે તથા નેહાના લગ્નના સમાચાર સાંભળીને એના ઘણાં ફેન્સ હાલમાં એને શુભેચ્છા તથા આશીર્વાદ આપી રહ્યા છે.

નેહાએ પોતાના નાનપણના ફેન્ડની સાથે લગ્ન કરી રહી છે તથા લગ્ન કરીને પોતાનું નવી વૈવાહિક જીવન જલ્દી જ શરૂ કરવા માંગે છે. આ વાતથી એનાં ફેન્સ ખૂબ આનંદિત છે. બોલિવૂડની પણ ઘણી સેલેબ્રિટી એ માટે શુભકામના પાઠવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *