પાચનતંત્ર ને મજબૂત બનાવવા માટે કયારેય પણ ગોળ ખાવાનું ન ટાળો, મીઠો હોવાની સાથે આ બીમારીથી રાખે છે દૂર

Published on: 7:49 pm, Tue, 8 June 21

ગોળ ભોજનમાં સ્વાદિષ્ટ છે ત્યારે તે કબજિયાત,દુખાવો અને સોજો જેવી કેટલીક બીમારીઓને પણ દૂર કરે છે.ગોળ માં નિકોટીન,વિટામિન A, વિટામિન બી1,વિટામિન બી2,વિટામિન સી અને આ સાથે જ આયરન અને ફોસ્ફરસ હોય છે.ગોળ નો સ્વભાવ ગરમ હોય છે.નવા ગોળ અલગ અલગ બીમારીઓ જેવી ખાસ,અસ્થમા, પેટ ની સમસ્યા વગેરે માટે સૌથી ઉપયોગી માનવામાં આવે છે.ગોળ પેટના પાચનતંત્ર ને તંદુરસ્ત બનાવે છે.કબજિયાત થી રાહત અપાવે છે અને ગેસ ની રાહત પહોંચાડે છે.ખાંડ ની સરખામણીએ ગોળ સવારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

ગોળથી પાચન સારું થાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે એવું માનવામાં આવી રહી છે. કોઈપણ રિસર્ચમાં આ વાતની ખાતરી થતી નથી. ગોળ નું સેવન કરવાથી એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. હકીકતમાં, 100 ગ્રામ ગોળમાં 11 મિલી ગ્રામ આર્યન હોય છે.જે લોકો ઓછા આર્યનવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે તેના માટે ગોળ એક સારો વિકલ્પ છે.જો તમે ખાવા પીવાની વસ્તુઓમાં ખાંડ ની જગ્યાએ ગોળ નો ઉપયોગ કરો છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

ગોળ ખાવાથી ઈમ્યુનીટી મજબૂત થાય છે. કેટલાક કેસમાં જોવામાં આવ્યું છે કે ઝીંક અને વિટામિન સી ના સપ્લિમેન્ટ કોલ્ડ અને ફ્લૂ જેવા સમસ્યાઓમાં ઘણું ફાયદાકારક છે પરંતુ ગોળમાં એવું કોઈ તત્વ હોતું નથી.જોકે તેનું કેલોરી કાઉન્ટ કેટલાય હાઇ હોય છે એવામાં તેને ખાવાથી એનર્જી મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વજન ઓછું કરવા ઇચ્છતા હોય તો ગોળના પાણીનું સેવન સૌથી અસરકારક ઔષધિ છે.કેટલાય ડાયેટિશિયન વજન ઓછું કરવા માટે ગોળના પાણીનું સેવન કરવાની સલાહ આપે છે.જો નિયમિત રીતે ગોળના પાણીનું સેવન સવારે ખાલી પેટે કરવામાં આવે તો તેનાથી શરીરની ચરબી ઓછી થઈ શકે છે.કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા પોતાના ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.