બાળકે લીધો જન્મ તો દાવો કરવા પહોંચ્યા 3 પિતા, પોલીસ પણ છે હેરાન….

TrishulNews.com

કોલકાતાના એક પ્રાઈવેટ હોસ્પિટલ હાલમાં એક અજબ ગજબ ની ઘટના જોવા મળી છે. જેમાં એક નવજાત બાળકના જન્મ પર 3 પિતાઓ દાવો કરવા આવ્યા છે. પહેલા તો હોસ્પિટલમાં જ ડોક્ટરો દ્વારા આ ઘટના પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ઘટના આગળ વધતા ડોક્ટરોએ પોલીસને જાણ કરી હતી. અને છેવટે જ્યારે આ ઘટના વિશે પોલીસે તપાસ શરૂ કરી તો કંઈક બીજી જ વાત બહાર આવી.

પશ્ચિમ બંગાળના ગાંગુલી બાગાન ની એક પ્રાઈવેટ હોસ્પિટલ માં એક બાળકના જન્મ પછી ત્રણ પુરુષો જ્યારે તેના પિતા હોવાના દાવાને લઈને વિવાદ કરવા લાગ્યા ત્યારે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. દિપાંકર પાલ નામના યુવકે એક મહિલાને પોતાની પત્ની હોવાનું જણાવે હોસ્પિટલમાં દાખલ કરી અને રવિવારે તેણે એક બાળકીને જન્મ આપ્યો.

તે ઉપરાંત ન્યુ ટાઉનમાં રહેતા હર્ષ ખેત્રી નામનો યુવક હોસ્પિટલમાં મેરેજ સર્ટિફિકેટ લઈને પહોંચ્યો અને તેણે કહ્યું કે આ મહિલા ખરેખરમાં તેની પત્ની છે. અને આ નવજાત બાળક તેનો જ બાળક છે. તદુપરાંત વધુમાં પ્રદીપ રાય નામના એક વ્યક્તિએ પણ આ બાળકીના પિતા હોવાનો દાવો કર્યો છે.

Loading...

જોકે જ્યારે પોલીસ આવે ત્યારે બાળકની માએ કહ્યું કે, તેના લગ્ન હર્ષ સાથે થયા હતા. પણ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને તે માટે હું દિપકર પાલ ના ઘરે રહી હતી. જે સમયે તમારા બાળકે જન્મ લીધો છે. પરંતુ મારો સાચો પતિ હર્ષ ખત્રી છે.

ત્રીજો વ્યક્તિ પ્રદીપ રાય ને પણ આ મહિલા પોતાના પતિ માની રહી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું કે, હર્ષ સાથે ઝઘડો થયા બાદ હું એકલી રહી રહી હતી. તે સમયે પ્રદીપ રાય દ્વારા મારા ઉપર રેપ કરવામાં આવ્યો હતો. ત્યારથી હું પ્રદીપ ને જ મારો પતિ માનતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.