ગુજરાતમાં એક સાથે 8 મંત્રીઓની થઇ શકે છે હકાલપટ્ટી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમમાં જોવા મળશે આ નવા ચહેરાઓ

Published on: 2:51 pm, Mon, 13 September 21

રાજકારણ(Politics): ગુજરાતના નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) આજે શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. શપથ લીધા બાદ તરત જ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને મળવા માટે પહોંચ્યા હતાં. ભૂપેન્દ્ર પટેલની શપથવિધી દરમિયાન વિજય રૂપાણી(Vijay Rupani), નીતિન પટેલ(Nitin Patel) સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. સાથે સાથે ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.

RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયાં હતાં. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના તમામ સભ્યો પણ પહોંચી ગયાં હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ લાઈનમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતના મુખ્યામંત્રી ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

આગામી 2-3 દિવસની અંદર જ સરકારના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ નવા મંત્રીમંડળને કોને કોને સ્થાન આપવામાં આવશે તેની હજુ કોઈ ચોક્કસ પ્રકારની માહિતી સામે નથી આવી.

8 મંત્રીઓની કરવામાં આવશે હકાલપટ્ટી:
મળતી માહિતી અનુસાર, હાલ જે મંત્રીમંડળ છે તેમાથી 8 જેટલા નેતાઓની હકાલપટ્ટી આવશે તેવી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે તેવી સંભાવનાઓ છે. તે સિવાય જે લોકોની કામગીરી નબળી છે તે લોકોની પણ હકાલપટ્ટી કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે ગઠન:
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં ઝોન મુજબ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ટૂંક જ સમયમાં ગઠન કરવામાં આવશે. ત્યારે નવા મંત્રીઓને પોતાની ટીમમાં સમાવેશ કરી શકે તેમ છે. જાણો ક્યાં મંત્રીઓને મળશે સ્થાન.

કોને કોને મળી શકે છે સ્થાન:
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવા મંત્રીમંડળમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી, મોહન ડોડીયા, ગજેન્દ્રસિંહ પરમાર, અજમલજી ઠાકોર નાયબ દંડક જેવા નેતાઓને સ્થાન મળી શકે તેમ છે.

મંત્રીમંડળમાં કોના સ્થાન યથાવત રહેશે:
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, જયદ્રથસિંહ પરમારનું સ્થાન યથાવત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.