T20 બાદ ક્રિકેટના ઇતિહાસમાં આવ્યું આ એકદમ નવું ફોર્મેટ, જાણી તમે પણ દરેક મેચો જોવા જશો

ક્રિકેટની શરૂઆત કરનારો દેશ ઇંગ્લેન્ડ હતો. જયારે પહેલી વખત ક્રિકેટની મેચ રમાણી ત્યારના સમયે એક દિવસ નહિ પરંતુ એકની એક મેચ કેટલા દિવસ સુધી ચાલતી હતી. અને આ સમયે લોકોને ક્રિકેટમાં રસ નહોતો. પરંતુ આ રમતને નાની-નાની કરતા એકદિવસ ની મેચ કરવામાં આવી. એટલે લોકોને આ રમત જોવામાં રસ લાગવા લાગ્યો. ફરી પાછુ વિચાર્યું કે આ રમતને હજી નાની કરી નાખીએ તો લોકો ગાંડા થઇ ને પણ જોવા આવશે. આ તરકીબ પણ ખુબ કામ લાગી અને ખુબ સારી રીતે સફળ થઇ. પણ હવે ક્રિકેટના ઇતિહાસમાં આવ્યું એકદમ નવું ફોર્મેટ. જે દરેક ચાહકોને ખુબ જ ગમશે.

ક્રિકેટ એક એવી રમત છે, જેમાં આપણે દર વર્ષે કંઈને કંઈ નવો ફેરફાર જોવા મળે છે. કેટલાક તો એવા સામાન્ય ફેરફાર હોય છે જે વર્ષો બાદ યાદ પણ નથી રહેતા. જેમ કે આ પહેલા આવેલ સુપર-સબનો નિય, જે ક્યારે નીકળી ગયો એ ખબર જ નપડી. પરંતુ કેટલાક ફેરફાર સમગ્ર રમતનો નકશો જ બદલી નાંખે છે. ક્રિકેટમાં વનડે અને ટી20 ફોર્મેટ પણ આવા જ ફેરફાર હતા. હવે આ ફેરફારમાં 100 બોલ ક્રિકેટ (100 Ball Cricket) પણ જોડાવવા જઈ રહ્યું છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત 1877 માં થઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. લગભગ 94 વર્ષ સુધી ક્રિકેટનું આ ફોર્મેટ રહ્યું હતું. તે બાદ વન ડે ક્રિકેટ આવ્યું અને 21મી સદીમાં ટી-20 ક્રિકેટે પોતાની જગ્યા બનાવી. જોગાનુજોગ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચની જેમ પહેલી વનડે અને પહેલી ટી20 ઈન્ટનેશનલ મેચમાં સામેલ હતું. અને હવે તે જ ઈંગ્લેન્ડ 100 બોલ ક્રિકેટ લઈને આવી રહ્યું છે. અહેવાલ અનુસાર 3 ઓક્ટોબરે ટીમોની જાહેરાત અને ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.

આમ તો 100 બોલ ક્રિકેટ ઘરેલું ક્લબ પહેલાંથી રમી રહ્યા છે. પણ હવે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ ક્લબ તેને મોટા પાયે લઈ જવા માટે નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડ હવે 100 બોલ ક્રિકેટને ટી20ની જેમ લોકપ્રિય બનાવવા ઈચ્છે છે. અને તેણે પોતાના દેશમાં આઈપીએલની જેમ 100 બોલ ક્રિકેટની લીગ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ જોવા મળી શકે છે.

10 નવા નિયમોઃ

* આ ફોર્મેટમાં દરેક ટીમ 100-100 બોલ રમશે. મેચમાં કુલ 200 બોલ ફેંકવામાં આવશે.

* આ ફોર્મેટમાં એક ઓવરમાં 6 બોલ નહીં હોય.

* એક બોલર સતત 10 અથવા 5-5 બોલના બ્રેકઅપમાં બોલિંગ કરી શકશે.

* એક બોલર વધુમાં વધુ 20 બોલ જ નાખી શકશે. એટલે કે, મેચમાં ઓછામાં ઓછા 5 બોલરની જરૂર તો પડશે.

* બેટ્સમેન 10 બોલ બાદ પોતાની ક્રિઝ ચેન્જ કરશે. ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં દરેક ઓવર બાદ ક્રિઝ ચેન્જ     થાય છે.

* બોલિંગ ટીમને અઢી મિનિટનો સ્ટ્રેટેજિક ટાઈમ પણ મળશે.

* આ ફોર્મેટમાં દરેક ટીમ માટે 25 બોલનો પાવરપ્લે હશે.

* પાવરપ્લે દરમિયાન 30 યાર્ડના સર્કલની બહાર ફક્ત 2 ફિલ્ડર રહેશે.

* ટીમ ટાઈમઆઉટ કોલ કરવામાં સક્ષમ હશે. આઈપીએલમાં પણ આ નિયમ લાગુ છે.

* તેના આયોજકો સરળ સ્કોરબોર્ડ બનાવવાની પણ વાત કરી છે. પણ તેના વિશે હજુ વધારે જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.