ઉતરાયણ પતે એટલી જ વાર! નાઈટ કર્ફ્યૂમાં થઇ શકે છે મોટો ફેરફાર- સાથે લાગી શકે આ કડક પ્રતિબંધો

Published on: 2:49 pm, Thu, 13 January 22

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે કોરોના(Corona)ના દરરોજના કેસો 10 હજારની નજીક પહોંચી ગયા છે. જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોની સતત સમીક્ષા કરી રહી છે અને આગામી સમયમાં કોરોનાના કેસોમાં વધારો થાય તો તેને લગતી જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. જેથી દિવસેને દિવસે કોરોનાના નિયંત્રણોને પણ કડક કરવામાં આવી રહ્યા છે. 7 જાન્યુઆરીના રોજ નાઇટ કર્ફ્યૂ(Night curfew) સહિતની ગાઇડલાઇન જાહેર કરવા આવી હતી. જેની આગામી 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થવા જઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો બહાર પડે તેવી પુરેપુરી શક્યતા છે. નવી ગાઇડલાઇન(Corona’s guideline)માં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી કોરોનાના વધી રહેલા કેસને લઈને પ્રબળ શક્યતા છે.

હાલમાં 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગુ છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ આ દસ શહેરોની સાથે ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં માત્ર 2000 કેસ આવવા લાગતા જ 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં હોવાને કારણે નાઇટ કર્ફ્યૂ સવારના 9થી 6 વાગ્યાનો થવાની પ્રબળ શક્યતા છે.

હાલમાં કેવા છે પ્રતિબંધો અને કેવી છે છૂટછાટ:
31 તારીખ સુધી ધોરણ 1 થી 9 નું ઓફલાઈન શિક્ષણ બંધ, હોટેલ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, ST બસોમાં 75% સુધી મુસાફરો બેસાડી શકાશે, અંતિમ ક્રિયામાં 100 અને લગ્નમાં 400 લોકોને જ મંજુરી, ટ્યુશન કલાસીસ 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, સિનેમા ઘર, વાંચનાલય,જીમ, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, એસેમ્બલી હોલ અને મનોરંજનના સ્થળો 50% ક્ષમતા સાથે શરુ રાખી શકાશે, જાહેર બાગ બગીચા 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે, શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ, ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડ લાઈન પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજાઈ શકશે. ફૂડ ડીલીવરીને રાત્રે 11 વાગ્યા સુધી જ મંજુરી આપવામાં આવશે.

રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે:
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ, મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ઇન્ટરનેટ /ટેલિફોન/મોબાય સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંહિત સેવાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી./સી.એન.જી, /પી,એને જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ કોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાટશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ ચાલુ રાખી શકાશે.

કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન પરવડન અને પુરવઠા વ્યવસ્થા, ઉક્ત તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર સેવા, તમામ પ્રકારના ઉત્પાદન ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ સે પડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati Corona, Corona's guideline, gujarat, Night curfew