ચંદ્ર યાન-2 નું લોન્ચિંગ 22 જુલાઈ એ બપોરે 2.43 વાગે, બધી જ ટેકનીકલ ખામીઓ સુધારવામાં આવી.

ચંદ્રયાન 2 નું લોન્ચિંગ 15 જુલાઈ ની રાત્રે થવાનું હતું, ટેકનીકલ ખામીને લીધે રોકવામાં આવ્યું. ઓક્ટોબર 2018 થી અત્યાર સુધી ચાર વખત મિશનની તારીખ બદલવામાં…

ચંદ્રયાન 2 નું લોન્ચિંગ 15 જુલાઈ ની રાત્રે થવાનું હતું, ટેકનીકલ ખામીને લીધે રોકવામાં આવ્યું. ઓક્ટોબર 2018 થી અત્યાર સુધી ચાર વખત મિશનની તારીખ બદલવામાં આવી. ચંદ્રયાન-2 ને ભારત પોતાના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરશે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન એટલે કે ઈસરોએ ગુરુવારે જણાવ્યું કે ચંદ્રયાન-૨ લોન્ચિંગ 22 જુલાઈ એ બપોરે 2:43 વાગે થશે. ઇસરોએ ટ્વીટ કર્યું છે કે ચંદ્રયાન 2 નું લોન્ચિંગ 15 જુલાઈ ની રાતે 2.41 વાગે થવાનું હતું જે ટેકનીકલ ખરાબીને કારણે રોકવામાં આવ્યું હતું. ઇસરોએ એક અઠવાડિયાની અંદર બધી ટેકનિકલ ખામીઓને સુધારી લીધી છે.


15 જુલાઈ ની રાત મિશનની શરૂઆતના લગભગ 56 મિનિટ પહેલા ઇસરોએ ટ્વિટ કરી લોન્ચિંગ આગળ વધારવા નું એલાન કર્યું હતું. ઇસરોના પબ્લિક રિલેશન ઓફિસર બી આર ગુરુપ્રસાદ એ જણાવ્યું હતું કે લોન્ચિંગના પહેલા લોન્ચિંગ વિહિકલ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. તેના કારણે ચંદ્રયાન-૨ નું લોન્ચિંગ રોકવામાં આવ્યું.

ચંદ્રયાન-૨ નું વજન 3877 કિલોગ્રામ છે.
ચંદ્રયાન-૨ ને ભારત સૌથી તાકાત પર જીએસએલવી માર્ક 3 રોકેટથી લોન્ચ કરશે. આ રોકેટ માં ત્રણ મોડયુલ ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હશે. આ મિશન અંતર્ગત ઇસરો ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-૨ નું વજન 3877 કિલો હશે.જે ચંદ્રયાન-૧ મિશન થી લગભગ ત્રણ ગણું વધારે છે. બ્લેન્ડર ની અંદર રહેલા રોવરની ઝડપ એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ રહેશે.

ચંદ્રયાન-૨ મિશન શું છે?? તે ચંદ્રયાન-૧ થી કેટલું અલગ છે.??

નવી તારીખ નક્કી થયા બાદ શ્રીહરિકોટા ના સતીશ ધવન સેન્ટરથીચંદ્રયાન-૨ ને ભારતના સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક ત્રણ રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન – 2 વાસ્તવમાં ચંદ્રયાન-૧ મિશન નું જ નવું સંસ્કરણ છે. તેમાં ઓર્બિટર લેન્ડર અને રોવર રહેલા છે. ચંદ્ર એક માં ખાલી ઓર્બિટર હતું જે ચંદ્રની કક્ષા માં ફરતું હતું. ચંદ્રયાન-૨ દ્વારા ભારત પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર લેન્ડર ઉતાર છે. આ લેન્ડિંગ ચંદ્ર ના દક્ષીણ ધ્રુવ ઉપર થશે. તેની સાથે જ ભારત ચંદ્ર ના દક્ષીણ ધ્રુવ પર યાન ઉતારનાર પ્રથમ દેશ બની જશે.

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે??

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ મીટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનો છે. ઓર્બિટર ચંદ્રની સપાટી નો નકશો તૈયાર કરશે જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની ખબર પડે.વળી બ્લેન્ડર અને સરોવર ચંદ્ર ઉપર એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ બરાબર કામ કરશે.લેન્ડર એ તપાસ કરશે કે ચંદ્ર ઉપર ભૂકંપ આવે છે કે નહીં. જ્યારે રોબર ચંદ્રની સપાટી ઉપર ખનિજ તત્વોની હાજરીની તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *