આજે નવા સંસદ ભવનમાં સત્ર ભરાય એ પહેલા ગુજરાતના સાંસદ સાથે બની દુખદ ઘટના

Published on Trishul News at 10:48 AM, Tue, 19 September 2023

Last modified on September 19th, 2023 at 10:49 AM

Narhari Amin unconscious during New Parliament photo session : આજનો દિવસ ભારતીય લોકશાહી માટે સુવર્ણ અક્ષરે લખાશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ સત્તાવાર રીતે નવા સંસદ ભવનને (New Parliament Building) સંસદ ભવનનો દરજ્જો આપ્યો છે. લોકસભા સચિવાલયે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે. નિયમોનુસાર સંસદનું સત્ર શરૂ કરવા માટે આ કરવું જરૂરી છે.

ફોટો સેશન દરમ્યાન ગુજરાતના સાંસદ થયા બેભાન

આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની (Narhari Amin) તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.  ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થશે. આ સાથે ભારતે એડવિન લ્યુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ 96 વર્ષ જૂના સંસદ ભવનને ટાટાને બાય-બાય કહ્યું છે. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી.

નવી સંસદમાં પ્રવેશતા પહેલા સંસદમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા દળો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નવી સંસદમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન સુરક્ષાકર્મીઓ નવા ડ્રેસમાં જોવા મળ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યુ હતું. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.

સંસદમાં મહિલા આરક્ષણ કાયદો

મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ.

Be the first to comment on "આજે નવા સંસદ ભવનમાં સત્ર ભરાય એ પહેલા ગુજરાતના સાંસદ સાથે બની દુખદ ઘટના"

Leave a comment

Your email address will not be published.


*