બલાત્કારી લોકો માટે આવી નવી સજા, જાણીને ચોંકી જશો…

યુક્રેનમાં નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેના અંતર્ગત બળાત્કારના દોષીઓને જબરદસ્તીથી નપુંસક બનાવવામાં આવશે. આના માટે તેઓને કેમિકલ કેસ્ટ્રેકશન ના ઇન્જેક્શન આપવામાં આવશે. કાયદો લાગુ…

યુક્રેનમાં નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેના અંતર્ગત બળાત્કારના દોષીઓને જબરદસ્તીથી નપુંસક બનાવવામાં આવશે. આના માટે તેઓને કેમિકલ કેસ્ટ્રેકશન ના ઇન્જેક્શન આપવામાં આવશે. કાયદો લાગુ થયા બાદ 16 થી 65 વર્ષના હજારો લોકોને આ વર્ષે ઇન્જેક્શન આપવામાં આવી શકે છે.

ન તો ખાલી બલાત્કાર પરંતુ બાળકો સાથે યૌન શોષણના મામલામાં પણ દોષીઓને નપુંસક બનાવવા માટે ઇન્જેક્શન લગાવવામાં આવશે. અમેરિકામાં કેટલાક રાજ્યોમાં પહેલેથી આવો કાયદો છે. હાલમાં જ અમેરિકાના અલાબામા માં પણ એવો કાયદો બનાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્જેક્શન લગાવ્યા પછી વ્યક્તિને સેકસની ક્ષમતા ઘટતી જાય છે. યુક્રેનના આધિકારીક આંકડાઓ મુજબ 2017માં બાળકો સાથે બળાત્કારના 320 મામલા દેશમાં સામે આવ્યા હતા. જો કે યૌન શોષણના મામલે હજારોમાં સમજાય છે.

આજ અઠવાડીયે યુક્રેનના પોલીસ પ્રમુખે કહ્યું હતું કે એક જ દિવસમાં બાળકો સાથે બળાત્કારના પાંચ ગુનાઓ સામે આવ્યા છે. એવા મામલાઓ હતા જ્યારે માતા-પિતાએ ડરેલા હોવા છતાં પોલીસમાં ઘટનાની ફરિયાદ કરી.
નવા કાયદા અંતર્ગત યુક્રેનમાં બાળકો સાથે સેકસ ક્રાઈમ કરવા વાળા લોકો માટે એક રજીસ્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં તમામ અપરાધીઓ ના નામ લખવામાં આવશે.

દોશી લોકોને જેલમાંથી મુક્ત કર્યા બાદ યુક્રેનની પોલીસ આખી જિંદગી તેના પર નજર રાખશે. કાયદામાં બાળકો સાથે બળાત્કારના મામલામાં વધુમાં વધુ 12 વર્ષ થી વધારીને 15 વર્ષ સજા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *