ગ્રીષ્મા હત્યા કેસમાં નવો ખુલાસો- ફેનિલ ગોયાણીએ મોંઘીદાટ કાર ચોરી હતી અને છરો લેવા ગયો ત્યારે દુકાનવાળાને…

Published on: 5:28 pm, Sun, 13 March 22

સુરત(surat)ના પાસોદરા માં જાહેર માં ગ્રીષ્મા વેકરીયા(grishma vekariya) ની હત્યા કરનાર એની સામેની નિર્ણાયક કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લઈ લેવામાં આવી છે. આવતીકાલે વધુ દસ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે.

જે વ્યક્તિ પાસે છેલ્લી જુબાની લેવામાં આવી હતી તેની પાસેથી માહિતી મળી હતી કે હત્યામાં વપરાયેલું ચપ્પુ દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું અને ફેનિલ જણાવ્યું હતું કે તે ચપ્પુ પોતાના પ્રોટેક્શન માટે લીધું હતું. આમ દુકાનદારને ફેનીલે કહ્યું હતું કે મારે મારા સેલ્ફ પ્રોટેક્શન માટે ચપ્પુ જોઈએ છે અને દુકાનદારે આપી પણ દીધું હતું એમ ફેનીલે કોર્ટમાં જણાવ્યું છે.

કોલેજમાં મળેલ ફાઇનલ ના મિત્ર ની જુબાની
પાદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે કરિશ્મા ના ગળા પર ચપ્પુ મૂકી ને તેની હત્યા કરી નાખી હતી. અનેક લોકો ત્યાં હાજર હોવા છતાં કોઈએ ગ્રીસમાં વેકરીયા ને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. જોકે પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઈ ગઈ હતી.

ફેનીલે જે દુકાનદાર પાસે ચપ્પુ ખરીદયુ હતુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રોને મળ્યો હતો તે સહિતના ૧૧ સાક્ષીની જુબાની લીધી હતી.

આવતીકાલે 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે
અત્યાર સુધી કુલ 76 સાક્ષીની જુબાની પૂરી કરી દેવામાં આવી છે. આવતીકાલે સોમવારે વધુ દસ સાક્ષીની જુબાની લેવાશે. નોંધનીય છે કે કુલ ૧૯૦ સાક્ષીઓ આ કેસમાં છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ સાક્ષીઓની સરતપાસ કરી હતી.

ગ્રીષ્મા ભાઈની પણ જુબાની લેવાઇ હતી
સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા પહેલા અને ત્યારબાદ સમગ્ર ચિત્ર ગ્રીષ્મા(Grishma) ના ભાઈ એ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતુ.આ હત્યાને કોર્ટ સમક્ષ રજૂ કરતા કરતા તેના ભાઇ ની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું કે આરોપી જ્યારે સોસાયટીના નાકે ઉભો હતો ત્યારે તેને સમજાવવા માટે હું ગયો હતો. પરંતુ ફેમિલ એ મને ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ હું બચી ગયો.ત્યારબાદ તેને ગ્રીષ્મા ને પકડી લીધી અને ગળા પર ચપ્પુ ફેરવી ને તેની હત્યા કરી નાખી.

મૃતક ગ્રીષ્મા ના કાકા જુબાની પણ લેવામાં આવી
ટ્રાયલ દરમિયાન હત્યા સમયે હાજર ગ્રીષ્માના કાકાની જુબાની લેવામાં આવી હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી જ્યારે આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ પણ કરી હતી

ફેનીલ ગોયાણી(fenil goyani)કારની ચોરી કરતા પણ પકડાઈ ગયો હતો
એક સાક્ષીએ કોર્ટમાં કહ્યું કે ફેનિલ અગાઉ કાર ચોરીના કેસમાં પકડાયો હતો.ત્યારબાદ પોલીસે તેની અટકાયત પણ કરી હતી. ઉપરાંત તેણે કહ્યુ કે ગ્રીષ્મા ના ઘરવાળા જ્યારે આવ્યા હતા ત્યારે હું પણ ગયો હતો અને ફેનિલ ને ઘણો સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.