ચાર માળની હોસ્ટેલમાં આગ લાગતા 10 જીવતા શેકાયા- સુરતની તક્ષશિલા જેવી ઘટના

New Zealand Hostel Fire Tragedy: ન્યુઝીલેન્ડ (New Zealand)ના વેલિંગ્ટન (Wellington)માં ચાર માળની હોસ્ટેલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.…

New Zealand Hostel Fire Tragedy: ન્યુઝીલેન્ડ (New Zealand)ના વેલિંગ્ટન (Wellington)માં ચાર માળની હોસ્ટેલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આગના સમાચાર મળતાં જ રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. દરમિયાન રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી લોકોને શોધવાનું શરૂ કર્યું હતું.

ન્યુઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલ મુજબ, આગમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે એએમ મોર્નિંગ ન્યૂઝના કાર્યક્રમમાં જણાવ્યું કે તેમના અનુસાર 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આંકડો હજુ પણ વધી શકે છે.

ચાર માળની લોફર્સ લોજ હોસ્ટેલમાં આગ લાગી

ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની લોફર્સ લોજ હોસ્ટેલમાં રાત્રે લગભગ 12:30 વાગ્યે આગ લાગી હતી. લોફર્સ લોજ હોસ્ટેલના ત્રીજા માળે આગ લાગી હતી. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના એક અહેવાલ મુજબ અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઈમારતમાં કોઈ સ્પ્રિંકલર સિસ્ટમ નથી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો લાપતા હોવાના અહેવાલ છે.

તે જ સમયે વેલિંગ્ટન ફાયર અને ઇમરજન્સી ડિસ્ટ્રિક્ટ મેનેજર નિક પ્યાટે જણાવ્યું કે લગભગ 52 લોકો હોસ્ટેલની અંદર ફસાયેલા છે અથવા ગુમ છે. જો કે રેસ્ક્યુ ટીમ હજુ પણ ફસાયેલા લોકોને શોધી રહી છે. તેમણે જણાવ્યું કે અમને રાત્રે લગભગ સાડા બાર વાગ્યે આગની માહિતી મળી હતી. પોલીસે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *