સ્મશાનમાં સર્જાયો ચમત્કાર, ડોકટરોએ મૃત જાહેર કરેલ નવજાત બાળક થયું પુનઃજીવિત- જાણો સમગ્ર ઘટના

ચમત્કારની કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે.હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં રવિવારે જન્મતાંની થોડીક મિનિટોમાં…

ચમત્કારની કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે.હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં રવિવારે જન્મતાંની થોડીક મિનિટોમાં નવજાત બાળકને K.T.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું હતું, પરિવારજનો બાળકના મૃતદેહને લઇ સ્મશાને પહોંચી ગયાં હતા, મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદી નાંખ્યો ત્યાં જ બાળકે શ્વાસ લીધો હતો.

બાળકના ધબકારા શરૂ થતાંની સાથે જ સ્મશાને હાજર બધાં જ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા તેમજ તાકીદે બાળકને ફરીથી હોસ્પિટલે લઇ જવાયું હતું, મૃત જાહેર કરાયા પછી એ બાળક કુલ 14 કલાક જીવ્યું હતું તેમજ છેવટે અંતિમ શ્વાસ લીધા હતા. જીવિત બાળકને કુલ 14 કલાક પહેલાં જ મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટરની વિરુદ્ધ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.

કોડીનારમાં રહેતા પોલીસમેન પરેશભાઇ ડોડિયાનાં પત્ની મીતલબેનને પ્રસૂતિની પીડા થતાં એમને રાજકોટમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. રવિવારની રાત્રે 1 વાગ્યે મીતલબેને દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો. અધૂરા મહીને ટ્વિન્સની પ્રસૂતિ થઇ હોવાને કારણે બંને બાળકોનું વજન ખુબ ઓછું હતું.

બાળકી તથા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે બંનેને K.T. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થોડી મિનિટોની સારવાર પછી ફરજ બજાવી રહેલ મહિલા તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. દીકરાને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ડોડિયા પરિવારના કુલ 2 સભ્ય હોસ્પિટલમાં રિક્ષા રાખીને બેસતા અનવરભાઇની રિક્ષામાં સ્મશાને પહોંચ્યા હતા. નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદાઈ ગયાં બાદ બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી.

એ વખતે જ બાળકે શ્વાસ લીધા હતા, બાળકે હાથપગ હલાવતાંની સાથે જ પરિવારજનો, રિક્ષાચાલક તથા હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, પળનો પણ વિલંબ કર્યા વિના રિક્ષાચાલક અનવરભાઇ નવજાત બાળકને લઇને ફરીથી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતા તેમજ બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું.

સ્મશાનમાંથી બાળક જીવિત આવતાં ડોડિયા પરિવારે કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો તેમજ ફરીથી બધાં જ લોકોની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા પણ આ ખુશીનો પણ લાંબો સમય ટકયો ન હતો. સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું તેમજ એની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં બેદરકારી રાખનાર મહિલા તબીબની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મારી 23 વર્ષની કારકિર્દીમાં આ સૌપ્રથમ ઘટના છેઃ ડો.બૂચ
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો.બૂચે જણાવતાં કહ્યું હતું કે, બાળકનો જન્મ અધૂરા મહીને થયો હતો. એનું વજન કુલ 540 ગ્રામ હતું, આવાં સંજોગોમાં બાળકના જીવિત રહેવાની શક્યતા નહીંવત્ હોય છે, આ બાળકનું હાર્ટબંધ થઇ ગયું હતું, અંદરના ધબકારા ચાલુ હશે.

જે સ્ટેથોસ્કોપથી જાણી શકાય તેમ ન હતા, એડલ્ટ વ્યક્તિના મૃત્યુના કેસમાં સ્ટેથોસ્કોપથી તપાસ કરી મૃત્યુની જાણ થઇ જાય તો પણ વ્યક્તિનું ECG કરીને મૃત્યુનું સ્પષ્ટ કરી શકાય છે પણ નવજાત બાળકોમાં આવું સંભવ નથી. બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે એના ધબકારા જોવા ન મળતાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ ચાલુ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ હાર્ટબીટ સ્પષ્ટ ન મળતાં એને મૃત જાહેર કરવામાં આવ્યું હતું, મારી 23 વર્ષની કારકિર્દીમાં સૌપ્રથમ આવી ઘટના જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *