CMથી લઈને PM સુધી માંગી હતી મદદ: હોસ્પિટલ ફેરબદલીની રમતમાં 5 દિવસમાં જ નવજાત શિશુને મળ્યું મોત

Published on Trishul News at 4:37 PM, Tue, 31 August 2021

Last modified on September 4th, 2021 at 10:11 AM

ઉત્તરપ્રદેશ: લલિતપુરમાં એક મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો છે જેનું હૃદય તેની છાતીની બહાર ધબકતું હતું. ડોક્ટરથી લઈને પરિવારના સભ્યો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ માતાપિતાએ તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યા. CM અને PMને ​​સોશિયલ મીડિયાથી મદદની વિનંતી કરી, પણ કોઈ જવાબ મળ્યો નહીં. કમનસીબ માતા -પિતાએ હોસ્પિટલમાં વારંવાર રેફર કરવાની દોડધામમાં પોતાનું બાળક ગુમાવ્યું. આખરે સોમવારે 5 દિવસના આ નવજાતે જીવ ગુમાવ્યો હતો.

આ મામલો કોતવાલી સદર વિસ્તારના રોંડા ગામનો છે. અહીંના રહેવાસી અરવિંદ આહિરવારની પત્ની બબલેશ આહિરવારને 25 ઓગસ્ટના રોજ પેઇન થયું હતું. તેને સવારે મહિલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ સવારે 6:30 વાગ્યે બાળકને જન્મ આપ્યો. નવજાત શિશુને જોતા જ પરિવારજનો અને તબીબોના હોશ ઉડી ગયા હતા. કારણ કે, આ નવજાતનું હૃદય છાતીની બહાર ધબકતું હતું. લગભગ 2 કલાક બાદ ડોક્ટરોએ નવજાતને સારવાર માટે ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કર્યું. અહીં ડોક્ટરોએ નવજાત શિશુને દિલ્હી એઈમ્સમાં રેફર કર્યું.

મહિલા હોસ્પિટલના સીએમએસ ડો.હરેન્દ્ર ચૌહાણે સરકારી ઓમ્બ્યુલન્સ દ્વારા 27 ઓગસ્ટના રોજ બાળકને એઈમ્સ દિલ્હી મોકલ્યું હતું. બેડ ન મળવાને કારણે બાળકને પ્રવેશ આપી શકાયો ન હતો. ત્યારબાદ બાળકને ત્યાંથી દિલ્હીની સફરદજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી બાળકને ફરીવાર ક્યાંક બીજે મોકલવામાં આવ્યુ. અહીં કોઈ ડોક્ટર નથી, એમ કહીને તે પરત આપી દીધું. કંટાળીને પિતા અરવિંદ 29 ઓગસ્ટના રોજ સાડા બાર હજાર રૂપિયામાં ભાડે એમ્બ્યુલન્સ કરીને લલિતપુર મહિલા હોસ્પિટલમાં પરત ફર્યા.

29 ઓગસ્ટની બપોરે પિતા જિલ્લા અધિકારીને મળ્યા. જિલ્લા અધિકારીએ સાંજ સુધીમાં સારવાર મેળવવાની વાત કરી અને ફરીથી બાળકને સારવાર માટે ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યું. આ દરમિયાન 30 ઓગસ્ટની સવારે ઝાંસી મેડિકલ કોલેજમાં બાળકનું મોત નીપજ્યું હતું. તેમણે જિલ્લા અધિકારીને આ અંગે જાણ કરી હતી. આ પછી જખૌરા બ્લોક વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત અધિકારી રોડા ગામ પહોંચ્યા. તેણે પિતાને દસ હજાર રૂપિયાની સહાયની રકમ આપી. પરંતુ, આ રકમ હવે તેમને કોઈ કામ આવી શકે તેમ ન હતી કારણ કે બાળકનું મોત થઇ ગયું હતું.

પરિવારે બાળકની સારવાર માટે સોશિયલ મીડિયા પર મદદ પણ માંગી હતી, પરંતુ કોઈ મદદ મળી ન હતી. આ દરમિયાન બાળકના મોત બાદ વહીવટી અધિકારીઓ બહાના કાઢવા બાળકના ઘરે પહોંચ્યા હતા. પરિવારના સભ્યોને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. બીજી બાજુ, સામાજિક કાર્યકરોએ પણ સોશિયલ મીડિયા પર બાળક માટે મદદ માંગી હતી. એટલું જ નહીં, સપા નેતા જીતેન્દ્ર યાદવે સીએમ યોગી અને પીએમ મોદીને ટેગ કરીને મદદ માંગી હતી પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "CMથી લઈને PM સુધી માંગી હતી મદદ: હોસ્પિટલ ફેરબદલીની રમતમાં 5 દિવસમાં જ નવજાત શિશુને મળ્યું મોત"

Leave a comment

Your email address will not be published.


*