કોલેજની ફી ભરવા માટે આ દીકરી એવું કામ કરવાં માટે મજબુર બની કે, જાણીને તમે શરમથી પાણી-પાણી થઈ જશો

Published on Trishul News at 9:49 AM, Fri, 29 January 2021

Last modified on January 29th, 2021 at 9:49 AM

એવું કહેવામાં આવે છે કે, ગરીબી તમારી પાસે શું નથી કરાવતી? 26 જાન્યુઆરીની પરેડમાં શિક્ષણ મળવાના સમાન હકની છબી તમામ લોકોએ જોઈ જ હશે પરંતુ શું ખરેખર શિક્ષણ તમામ લોકોને મળી રહ્યું છે ખરા? દેશ સામે આ એક મોટો પ્રશ્ન છે. કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રો પર એકસરખી થઈ છે.

કેટલાંક લોકોને આવા કપરાં સમયમાં પોતાની નોકરી ગુમાવવાનો પણ આવરો આવ્યો છે. જેને લીધે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો હોવાંથી ઘણીવાર કંટાળીને આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે. તમે સાંભળ્યું જ હશે કે, કેટલાંક વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે જ નોકરી પણ કરી રહ્યાં હોય.

કંઇક આવા જ દૃશ્યો ઓડિશામાં જોવા મળ્યાં હતાં. ઓડિશાના પુરી જિલ્લામાં આવેલ પિપલી બ્લોકના ગોરાડાપિઢા ગામમાં રહેતી રોઝી તેની સખત મહેનત તથા લગનથી એન્જીનિયરિંગ તો કરી લીધું પરંતુ ફી ચુકવવામાં નિષ્ફળ રહી તો કોલેજે તેનું ડિપ્લોમા અટકાવી દીધું હતું.

તેના ડિપ્લોમા અભ્યાસ માટે તે રોજમદારની મજૂરી કરવા માટે મજબૂર બની હતી. દરરોજના 270 રૂપિયાને આધારે મનરેગા મજૂર તરીકે કામ કરી રહી છે કે, જેનાથી તે ડિપ્લોમા માટે પૈસા એકત્ર કરી શકે. જેને લીધે આગળ જઇને તેને એક સારુ કરિયર પણ મળી શકે.

રોઝીના ઘરમાં તેની 5 બહેનો છે તેમજ કમાણી કરનાર તેના પિતા એકલા જ છે કે, જે દિન-રાત મહેનત મજૂરી કરીને ઘરનું ભરણ પોષણ કરી રહ્યાં છે. તેની તમામ બહેનો અભ્યાસ કરતી હોવાને લીધે ઘરના ખર્ચમાં મદદરૂપ થવા માટે રોઝીએ આ કામ કરવાનો નિર્ણય કર્યો હતો તેમજ છેલ્લાં 20 દિવસથી મનરેગા સ્કીમ હેઠળ ખાડા ખોદવાનું કામ કરી રહી છે પરંતુ આ વાતની જાણ થતા સ્થાનિક તંત્રએ તપાસ કરવાની વાત કરી રોઝીની સાથે મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "કોલેજની ફી ભરવા માટે આ દીકરી એવું કામ કરવાં માટે મજબુર બની કે, જાણીને તમે શરમથી પાણી-પાણી થઈ જશો"

Leave a comment

Your email address will not be published.


*