કોરોનાકાળમાં કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટથી હજારો યુવાનોને મળશે રોજગાર- જાણો જલ્દી…

Published on: 11:59 am, Sun, 20 September 20

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. કોરોના મહામારીને લીધે દેશમાં ઘણાં લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે પણ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બેરોજગારોની માટે આનંદનાં સમાચાર લઈને આવ્યો છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના હેઠળ એનાં નિર્માણ દરમિયાન કુલ 90,000થી પણ વધારે લોકોને રોજગાર મળશે.

1 લાખ કરોડ રૂપિયાથી વધારેના ખર્ચે શરૂઆત કરવામાં આવેલ મહત્વાકાંક્ષી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાને અમલમાં મુકનાર ‘નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને’ એટલે કે NHSRCL જણાવતાં કહ્યું હતું કે, આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન જ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ એમ બંને થઇને કુલ 90,000થી પણ વધારે રોજગારના અવસર ઉત્પન્ન થશે.

કોર્પોરેશનના પ્રવક્તા સુષમા ગૌરે જણાવતાં કહ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં નિર્માણ સંબંધિત કામ માટે કુલ 51,000થી વધારે ટેક્નિશિયન તેમજ કુશળ તથા અકુશળ કામદારોની જરૂરીયાત પડશે. કોર્પોરેશન આવા લોકોને વિભિન્ન સંબંધિત કામો માટે તાલીમ આપવાની શક્યતાઓ શીધી રહ્યું છે. પાટા પાથરવા માટે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોના કર્માચારીઓની વિશેષ તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

34,000 થી પણ વધારે અપ્રત્યક્ષ રોજગારી :
સુષમા ગૌરે જણાવતાં કહ્યું હતું કે, નિર્માણનાં સમયે કુલ 34,000થી પણ વધારે અપ્રત્યક્ષ રોજગારના અવસર પણ આવશે. કુલ 480 કીમીથી વધારે લાંબા આ પાટામાં કુલ 460 કીમી લાંબા વાયાડક્ટ તથા દરિયાની નીચે કુલ 7 કિમી સહિત કુલ 26 કીમી લાંબી સુરંગ, કુલ 27 લોખંડના પુલ, કુલ 12 સ્ટેશન અને કેટલીક નવી સહાયક સુપર રચના હશે. તેના નિર્માણ સમયે કુલ 75 લાખ ટન સીમેન્ટ, કુલ 21 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થવાનું અનુમાન રહેલું છે. આ સંબંધિત ઉદ્યોગો અને એની સાથે જોડાયેલ આપુર્તિ શૃંખલામાં રોજગારીનાં વધારે અવસર ઉભા થશે.

વર્ષ 2016માં લાગુ થયેલ આ કાર્પોરેશનના પ્રવક્તાએ જણાવતાં કહ્યું હતું કે, નિર્માણ સંબંધીત થોડા મહત્વપૂર્ણ કામોની માટે ટેન્ડર આવતા કુલ 2 બે માસમાં ખુલશે અને તેમાં આખરી ઓપ આપવામાં આવશે. આ પરિયોજના માટે અત્યાર સુધીમાં જરૂરીયાત કુલ 64% ભુમિ હસ્તગત કરી દેવામાં આવી છે. જેમાંથી કુલ 82% ગુજરાત તથા કેન્દ્ર શાસિત ક્ષેત્ર દાદરા અને નગર હવેલીમાં તથા અંદાજે કુલ 23% મહારાષ્ટ્રમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en