નિર્મલા સિતારામનનું આશ્ચર્યજનક નિવેદન: દેશમાં વિકાસ દર ઘટ્યો છે પરંતુ મંદી નથી

દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષના નીચલા સ્તરે છે,અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ આંકડાઓની સ્થિતિ કંગાળ છે, બેકારી ૪૫ વર્ષની ટોચે છે ત્યારે નાણામંત્રી નિર્મલા…

દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષના નીચલા સ્તરે છે,અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ આંકડાઓની સ્થિતિ કંગાળ છે, બેકારી ૪૫ વર્ષની ટોચે છે ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારામને આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું છે કે જીડીપીમાં ભલે ઘટાડો થયો છે પણ દેશમાં મંદી નથી.

રાજ્યસભામાં અર્થતંત્ર અંગેની ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સિતારમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો તમે અર્થતંત્રને વિવેકપૂર્ણ રીતે જોઇ રહ્યાં છો તો તમે જોઇ શકો છો કે વિકાસ દરમાં ઘટાડો થયો છે પણ અત્યાર સુધી મંદીની સ્થિતિ નથી અને મંદી ક્યારેય પણ આવશે નહીં.

અર્થતંત્રની સ્થિતિ કોંગ્રેસ કરતા સારી 

અર્થતંત્ર પર સરકારને નિષ્ફળ ગણાવવાના વિપક્ષોના આરોપોનો જવાબ આપતા નાણા પ્રધાને જણાવ્યું હતું કે દેશનો જીડીપી વિકાસ દર ૨૦૦૯થી ૨૦૧૪ના અંતમાં ૬.૪  ટકા રહ્યો હતો. જ્યારે ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે આ દર ૭.૫ ટકા રહ્યો છે.

ભાજપ સરકારમાં વિદેશી રોકાણ વધ્યું છે

નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર ભાજપની સરકારમાં અર્થતંત્રનો દેખાવ ખૂબ જ સારો રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વધારો થયો છે. સરકારે સફળતાપૂર્વક મોંઘવારી પર નિયંત્રણ રાખ્યું છે.

આંકડાઓનો સંદર્ભ આપતા તેમણે વિપક્ષને યાદ અપાવ્યું કે અર્થતંત્રની ઝડપમાં સુધારો સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર નિર્ભર કરે છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન ૧૮૯.૫ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું જ્યારે એનડીએની સરકારમાં માત્ર પાંચ વર્ષોમાં ૨૮૩.૯ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે.

વોકઆઉટ કરવું વિપક્ષની ટેવ 

ચર્ચા દરમિયાન કોંગ્રેસના વોક આઉટ અંગે સીતારમને જણાવ્યું હતું કે વિપક્ષની વર્ષ ૨૦૧૪થી ટેવ બની ગઇ છે કે તે પહેલા ચર્ચા કરવાની માંગ કરે છે અને જ્યારે સરકારનો જવાબ આપવાનો સમય આવે છે ત્યારે તે વોકઆઉટ કરી જાય છે. હું અહી જવાબ આપવા માટે ઉભી થાવ છું તો તેઓ કોમેન્ટ કરે છે. જ્યારે હું જવાબ આપવાનું ચાલુ રાખુ છું તો તે વોક આઉટ કરી જાય છે. આ લોકશાહી માટે યોગ્ય નથી.

GSTની સ્થિતિ એટલી ખરાબ નથી  

નાણા પ્રધાને જણાવ્યું હતું કે ૨૦૧૯-૨૦ માટે જીએસટીની આવકનો લક્ષ્યાંક રૂ. ૬.૬૩ લાખ કરોડ રાખવામાં આવ્યો છે. તે પૈકી એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં જ ૩.૨૬ લાખ કરોડ રૂપિયાનું કલેકશન થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.+

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *