ભારતના રસ્તા પર દોડતી થશે હાઈડ્રોજન કાર- એકવાર ટાંકી ફૂલ કરાઈ લીધી તો 650 કિમી ચાલશે

દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ સતત વધી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ અને ડીઝલના…

દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ સતત વધી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે CNG જેવા ઇંધણ પર નિર્ભર છે. આ દરમિયાન દેશમાં એક હાઈડ્રોજન કાર(Hydrogen car) પણ સામે આવી છે. બુધવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) આ હાઇડ્રોજન કારમાં બેસીને સંસદ પહોંચ્યા હતા.

નીતિન ગડકરીએ આ દરમિયાન કહ્યું કે આત્મનિર્ભર બનવાની દિશામાં અમે ગ્રીન હાઇડ્રોજન રજૂ કર્યું છે. આ કાર એક પાયલોટ પ્રોજેક્ટ છે. હવે દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. તેનાથી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે. સરકારે આ માટે 3000 કરોડ રૂપિયાનું મિશન નક્કી કર્યું છે. ટૂંક સમયમાં ભારત ગ્રીન હાઇડ્રોજનની પણ નિકાસ કરશે. જ્યાં પણ કોલસાનો ઉપયોગ કરવામાં આવશે ત્યાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવશે.

એકવાર ટાંકી ફુલ થઈ જાય પછી આ હાઈડ્રોજન કાર લગભગ 650 કિમી સુધી ચાલશે. આ હાઇડ્રોજન કાર દ્વારા 2 રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ થશે. ફ્યુઅલ માત્ર 5 મિનિટમાં ભરી શકાય છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાઈડ્રોજન કાર દ્વારા સંસદ ભવન પહોંચ્યા ત્યારે લોકો માટે એક નવો અનુભવ હતો. સંસદ ભવનના કર્મચારીઓ આ કારને ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા જ્યારે સાંસદોએ આ કારના વખાણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ કારને નીતિન ગડકરી સાથે જોઈ, જ્યારે આ કાર વિશે પૂછવામાં આવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ હસ્યા.

જ્યારે એક સાંસદ, જે પેટ્રોલિયમ અંગેની સંસદીય સમિતિના સભ્ય પણ છે, તેમણે કહ્યું કે તેઓ પોતે કેમિકલ એન્જિનિયર છે અને આ ભવિષ્યની કાર છે. જ્યારે કેન્દ્રીય મંત્રી આ પ્રકારની કારમાં આવ્યા છે તો લોકોનું મનોબળ ચોક્કસ વધશે. લોકોને વૈકલ્પિક ઇંધણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

હાઇડ્રોજન કાર ભવિષ્ય છે. વડાપ્રધાન મોદીએ પણ આનો ઉલ્લેખ કર્યો છે અને આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આ એક મોટું પગલું છે. હાઈડ્રોજનના ત્રણ પ્રકાર છે, તે ગ્રીન હાઈડ્રોજન છે અને તેની કિંમત પ્રતિ કિલોમીટર બે રૂપિયા આવશે. તેનું જાપાનીઝ નામ મેરાઈ છે. ટૂંક સમયમાં આ વાહન ભારતમાં આવશે અને ભારતમાં તેના ફિલિંગ સ્ટેશનો લગાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *