નીતિન પટેલના શહેરમાં જ રેમડેસીવર ઇન્જેક્શનની કાળાબજારી: 5400 ના ઇન્જેક્શન 15 હજારમાં કોણ વેચી રહ્યું હતું? જાણીને લાગશે આંચકો

હાલ કોરોના સંક્રમણે માઝા મૂકી છે ત્યારે ગંભીર કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા…

હાલ કોરોના સંક્રમણે માઝા મૂકી છે ત્યારે ગંભીર કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન માં જ ઇન્જેક્શન કાળા બજારી નો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, કડી ની રીધમ હોસ્પિટલ માં ફરજ બજાવતી ગુડ્ડી રાજપુત નામની એક નર્સ દ્વારા ગેરકાયદે ઈન્જેક્શનની કાળા બજારી કરાઇ રહી હોવાની ઘટના બહાર આવી છે.જોકે આ નર્સ દ્વારા એક્સપાયરી ડેટ ના ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હતા.

મહેસાણામાં આવેલ રીધમ હોસ્પિટલની નર્સ 5400 રૂપિયા નું ઇન્જેક્શન 15,000 રૂપિયામાં વેચી ને કાળા બજારી કરતી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને કડી પોલીસ સ્ટેશનમાં ગુડ્ડી રાજપુત વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઇ છે. કડી ની રીધમ હોસ્પિટલની નર્સ ગુડ્ડી રાજપૂત રેમ ડેસીવર ઇન્જેક્શન નો વેપાર કરતી હતી. રેમડેસીવર ઇન્જેક્શનની કાળાબજારી મામલે ફરીયાદ નોંધવામાં આવી છે.

હવે સવાલ એ થઇ રહ્યા છે કે, આ નર્સ કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવતી હતી? જેની પાછળ કોણ કોણ મોટા માથાંઓ હાથ હોઈ શકે છે ? એને લઈને અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. કેટલા સમયથી આ નર્સ રેમડેસીવર ઇન્જેક્શનની કાળાબજારીમાં વેચાણ કરી રહી હતી. સરકાર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવશે તે હવે જોવું રહ્યું.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને સુરતમાં કાળાબજારી થતી હોવાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ છ આરોપીઓ પાસેથી 12 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યાં છે. 70 હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચવા નીકળેલા આરોપીઓને ઝડપી લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *