ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ? પાટીદારોની માંગ બની તેજ- સુત્રોચ્ચાર અને બેનરો લઈને લોકો આવ્યા રસ્તા પર

ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં Dy CM તરીકે ભૂમિકા ભજવી રહેલા નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉગ્ર બની રહી છે. સાયન્સ સિટીમાં નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવામાં…

ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં Dy CM તરીકે ભૂમિકા ભજવી રહેલા નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉગ્ર બની રહી છે. સાયન્સ સિટીમાં નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને લોકો બેનર લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવાની ઉગ્ર માંગ કરી રહ્યાં છે.

પાટીદાર ઇચ્છે છે કે આગામી મુખ્યમંત્રી નીતિન પટેલ જ બને:
સરદાર પટેલ ગાર્ડનની બહાર બેનર લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ફક્ત ને ફક્ત નીતિન પટેલ(Nitin Patel) જ હોવાં જોઈએના બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પાટીદારો ઇચ્છે છે કે, નીતિન પટેલ(Nitin Patel) જ આગામી ગુજરાતના મુખ્યમંત્રી બને. ‘નીતિન પટેલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ ના સૂત્રોચ્ચાર અને બેનર સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે.

નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ(Nitin Patel)નું નામ સૌથી આગળ:
ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે નીતિન પટેલ અમદાવાદ શહેરમાં પોતાના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ તેમની કારની તપાસ પણ કરવામાં આવી હતી. રાજકીય ગતિવિધિના કારણે નીતિન પટેલનો મહેસાણાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નીતિન પટેલ(Nitin Patel) નવા CM બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. પાટીદાર નેતા તરીકે નીતિન પટેલ(Nitin Patel)ના નામની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. પાટીદાર નેતા જ CM બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા ગુજરાતમાં અમલ કરાય તેવી પુરેપુરીન શક્યતાઓ છે. એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા રાજ્યમાં અમલમાં આવી શકે છે. જેમાં બંને ડેપ્યુટી CM ઓબીસી સમાજમાંથી બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *