જસદણ જીતની ચિચિયારીઓ વચ્ચે 10 માસૂમના મોતની ચિચિયારી સંભળાતી બંધ?

ગઈકાલે સુરત શહેરના અમરોલી વિસ્તારનાં બાળકોનેટ્યૂશન આપતા ગુરુકૃપા કલાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે મહાલ- બરડીપાડા વચ્ચે તીવ્ર વળાંક પર બસ ચાલકે…

ગઈકાલે સુરત શહેરના અમરોલી વિસ્તારનાં બાળકોનેટ્યૂશન આપતા ગુરુકૃપા કલાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે મહાલ- બરડીપાડા વચ્ચે તીવ્ર વળાંક પર બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 બાળકોનાં મોત થયા હતા. જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગતો અનુસાર બસ ડ્રાઈવર દારૂ પીધેલો હોવાનું બહાર આવ્યું છે. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર સંજય જીતેન્દ્ર મહેતાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરીના આદેશ અપાઈ ગયા છે. અને પીડિતોને સારવાર અઅર્થે નજીકની હોસ્પિટલોમાં ઓકલાઈ રહ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકોને સુરત સિવિલ ખાતે પણ મોકલવા માં આવી રહ્યા છે. સાથે સાથે આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ દુઃખની ઘડીમાં સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ સીએમ વિજય રૂપાણી દ્વારા અકસ્માતના મૃતકોને 2.5 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગીઓ
– દક્ષ મનીષ પટેલ 12

વિધી તુષાર પટેલ 16 ક્રિશા જિગ્નેશ પટેલ 10 ક્રિશ હેમંત પટેલ 14

ધ્રુવી અલ્પેશ જાની 12, દિપાલી મનીષ પટેલ 10 હેમાક્ષી નવનીત પટેલ 40, ધ્રુવા નવનીત પટેલ 4 તૃષા મુકેશ પટેલ 10, એકની ઓળખ બાકી

જસદણ વિધાનસભાની ચૂંટણીમાં વિજયોત્સવ માનવી રહેલા નેતાઓ અને હાર નો સામનો કરી રહેલ પક્ષના કોઈ નેતા હજુ સુધી આ ઘટનાનો ભોગ બન્ન્નારને મળવા સુદ્ધા આવ્યા નથી. જો આ ઘટના કદાચ ચૂંટણી માહોલ પહેલા સર્જાઈ હોત તો કદાચ  હોત તેવું કહેવું ખોટું ન કહી શકાય!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *