ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?

હાર્દિક પટેલની કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જાહેરાત થતા જ જ કોંગ્રેસમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી લાગણી જોવા મળી છે. કોંગ્રેસના સીનિયર નેતાઓ માં ક્યાંક ને ક્યાંક ભારોભાર નારાજગી પ્રવર્તિ રહી હોય તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. હાલમાં અમિત ચાવડાને બાદ કરતા કોંગ્રેસનું સંગઠન વિખેરવામાં આવ્યું છે, ત્યારે ત્યારે પરેશ ધાનાણી એકમાત્ર વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસમાં ઉભરી આવ્યા છે. પરેશ ધાનાણીના વધતા જતા કદને રોકવા માટે કોંગ્રેસે ક્યાંકને ક્યાંક હાર્દિકનો ઉપયોગ કર્યો હોય તેવું કેટલાક રાજકીય સૂઝબૂઝ ધરાવનારાઓ માની રહ્યા છે.

અનેક સિનિયર નેતાઓ હોવા છતાં પણ એક 26 વર્ષના હાર્દિક પટેલને જ્યારે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે ત્યારે સિનિયર નેતાઓમાં નારાજગી પ્રવર્તે તે દેખીતી બાબત છે. પરંતુ બીજી બાજુ એ પણ વાત ભૂલવા જેવી નથી કે કોંગ્રેસમાં જ્યારે કોઈ પાટીદાર નેતાઓનું પ્રભુત્વ વધતું જતું દેખાય ત્યારે તેને કોઈના કોઈ પ્રકારે કોંગ્રેસ ના જ નેતાઓ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના કિસ્સામાં પણ ક્યાંક ને ક્યાંક આ થિયરી અજમાવવામાં આવી હોય તેવું કેટલાક રાજનીતિના જાણકારો માની રહ્યા છે.

ભૂતકાળમાં પણ પાટીદાર નેતાઓના કોંગ્રેસમાં વધતા જતા પ્રભુત્વને કોંગ્રેસ દ્વારા જ બ્રેક મારવામાં આવી હોવાના કિસ્સા છે ત્યારે વર્તમાનમાં પણ પાટીદાર નો ઉપયોગ કરીને પાટીદાર નેતા ના વધતા જતા પ્રભુત્વને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું ચર્ચાવા લાગ્યું છે. બીજી બાજુ કેટલાક સિનિયર નેતાઓમાં એવી પણ ગુસપુસ ચાલી રહી છે કે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરનારા નેતાઓ પર હાઈ કમાન્ડે ભરોસો ન મૂકીને સામાજિક નેતામાંથી પક્ષમાં જોડાયેલા ૨૬ વર્ષના યુવાન પર જે ભરોસો મૂક્યો છે તે શું સાર્થક નિવડશે ખરો ?

અગાઉ અલ્પેશ ઠાકોર પણ એક સામાજિક નેતામાંથી કોંગ્રેસ ના નેતા બન્યા હતા પરંતુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ પણ જ્યારે ભાજપમાં તેમને પોતાનો સ્વાર્થ સિદ્ધ થશે તેવું દેખાયું ત્યારે તેમણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આમ અલ્પેશ ઠાકોરની પણ એક તકસાધુ નેતા તરીકેની છબી ઉભરી હતી ત્યારે હાર્દિક પટેલ માં પણ કદાચ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની શું ખાતરી?

હાર્દિક પટેલ પણ મહત્વકાંક્ષી નેતા છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રીના સ્વપ્ન જોતો હોય તેવું તેની રાજકીય ગતિ વિધિઓ દર્શાવી રહી છે. તો આગામી સમયમાં જો ભાજપ દ્વારા હાર્દિક ને કોઈ મહત્વના પદની ઓફર આપવામાં આવે તો પણ હાર્દિક કોંગ્રેસ નહીં છોડે તેની શું ખાતરી? એવો સવાલ પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ ના મનમાં અંદરોઅંદર ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ કોંગ્રેસનું રાજકીય ગણિત આગામી સમયમાં તેને ડૂબાડશે કે તારશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: