સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે?- જાણો વિગતે

હાલમાં કોરોનાને લીધે ગુજરાત રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર…

હાલમાં કોરોનાને લીધે ગુજરાત રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર પણ મોડુ શરૂ થાય તેમ છે. જેને પગલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે 18 માર્ચ એટલે કે આજે બેઠક કરીને સરકારને ધો.1 થી 9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલની જગ્યાએ જુન કે જુલાઈથી શરૂ કરી દેવામાં આવે તેવી રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

કોરોના વાઈરસના કારણે યુપી સરકારે પણ વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 8 સુધીના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરીને આગળના ધોરણમાં મોકલી દેવામાં આવશે. યુપીના ચિફ સેક્રેટરી રેનુકા કુમાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્યની તમામ પરીક્ષા રદ્દ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થા 2 એપ્રિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે યોજાયેલી શાળા સંચાલક મહામંડળની બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે, કોરોના વાયરસ અને આગામી સંભવિત પ્રભાવને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1 થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત કરવી.

આ બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે COVID-19, કોરોના વાયરસ અને આગામી સંભવિત અસરને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1 થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, સ્કૂલો 30 માર્ચથી ખુલ્યા બાદ આગળની પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષાઓ યોજવી અને કેટલી મોડી યોજવી તેને લઈને પણ અનિશ્ચિતતા હોવાથી તથા પરિણામ પણ તાકીદે આપવા તથા ધો.5 અને 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓની પુન:પરીક્ષા લેવા સહિતના અનેક પ્રશ્નો હોવાથી નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલને બદલે ઉનાળુ વેકેશન બાદ એટલે કે અગાઉની જેમ જુનમાં જ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ શરૂ કરવા માટે માંગ કરવી.

વિદ્યાર્થીઓના કરિયરની મજાક: બોર્ડની ઉત્તરવહી હાઇવે પર ઉડતી જોવા મળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *