પાટીદારોનો ફાયદો નથી મળતો એટલે કોંગ્રેસ પાટીદારોને મહત્વ નથી આપતી… વાંચો હકીકત

છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે ગુજરાતમાંજકીય પક્ષોને જે રીતે પાટીદારો ના આંદોલનને લીધે લાભ ગેરલાભ થતા આવ્યા છે. આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા…

છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે ગુજરાતમાંજકીય પક્ષોને જે રીતે પાટીદારો ના આંદોલનને લીધે લાભ ગેરલાભ થતા આવ્યા છે. આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા છે જે નકારી શકાય નહીં. પરંતુ પક્ષોમાં જોડાયેલા નેતાઓને જે રીતે ભાજપમાં હવે કોઈ ગણકારતું નથી તેવા જ હા કોંગ્રેસમાં ગયેલા નેતાઓના પણ છે. પરંતુ ભાજપ માફક તેમના માળખામાં જે રીતે પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળે છે તેવું અસ્તિત્વ કોંગ્રેસમાં લેશમાત્ર નથી.

આંદોલનમાંથી પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ ન થવાથી અથવા આંદોલનકારીઓના મનભેદ અને વ્યક્તિગત કારણોને કારણે ચૂંટણી પહેલા ભાજપમાં ગયેલા આંદોલનકારીઓ અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. રેશ્મા પટેલ તો ભાજપમાં જઈને યોગ્ય મહત્વ ન મળતા અત્યારે વિરોધના સુર વ્યક્ત કરી રહ્યા છે. એવી જ રીતે પ્રવક્તા તરીકે રોજ સાંજે ટીવી ડિબેટોમાં દેખાતા વરુણ પટેલ પણ હવે ભાજપના ચહેરા તરીકે દેખાતા બંધ થઇ ગયા છે.

આંદોલનકારીઓ નું ભાજપમાં ભલે મહત્વ ન રહ્યું હોય પરંતુ ભાજપના માળખામાં પાટીદારોનો સિક્કો ચાલે છે. પ્રદેશ પ્રમુખ હોય કે મંત્રી મંડળ બધે પાટીદાર નેતાઓનો દબદબો છે એજ કારણ છે કે કોંગ્રેસ પાટીદારોને પોતાની તરફ નથી ખેંચી શકી. પાટીદારો ભાજપમાં રહેલા પાટીદાર ચહેરાઓને જોઈને હજુ સુધી મનમાં રોષ હોવા છતાં ભાજપ તરફે મતદાન કરી દે છે જેનું ઉત્તમ ઉદાહરણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દેખાઈ આવ્યું હતું. કોંગ્રેસ ભલે EVM માં છેડછાડના ના આરોપો લગાવીને રોળકકળ કરી રહ્યું હોય પણ આ આરોપો સિદ્ધ કરવા કોર્ટ સુધી એક નેતા સુદ્ધા ગયો નથી.

કોંગ્રેસમાં ગયેલા આંદોલનકારીઓમાં શામેલમ લલિત વસોયા, કિરીટ પટેલ, અતુલ પટેલ વગેરે પણ હવે પક્ષમાં મહત્વના પદ પર નથી રહ્યા. કોંગ્રેસમાં ભલે પરેશ ધાનાણીને રાહુલ ગાંધીએ વિરોધ પક્ષ નેતા બનાવ્યા પરંતુ કોંગ્રેસના જુના મોવડીઓ કે  જેમને હજી પરેશ ધાનાણી ખટકે જ છે અને થોડા સમય અગાઉ નારાજ મોવડીઓએ એક બેઠક કરીને ધાનાણી નું નાક દબાવવાના વ્યર્થ પ્રયાસો કર્યા હતા. આ સિવાય ચાવડા અને ધાનાણી ની જૂથબંધી પણ ગુજરાત સમક્ષ અવારનવાર દેખાઈ આવી છે.

NCP માંથી કોંગ્રેસમાં આવેલા મનહર પટેલ ને કોંગ્રેસે પ્રવક્તાની જવાબદારી તો સોંપી દીધી છે પરંતુ કોંગ્રેસ દ્વારા માનીતાઓને મહત્વ આપવાનો સિલસિલો શરૂ જ રહ્યો છે.

આંદોલનકારીઓમાંના કોંગ્રેસ સાથે જોડાયેલા અતુલ પટેલે હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જસદણ ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો, પાટીદાર આંદોલન પહેલા પણ તેઓ કોંગ્રેસ માટે કામ કરતા હતા.અતુલ પટેલનો દાવો હતો કે ભાજપે તેમને પાર્ટીમાં આવી જવા કરોડો રૂપિયાની ઓફર કરી હતી, તેમ છંતા સમાજ માટે તેઓ મક્કમ હતા અને ભાજપની ઓફર તેમને ફગાવી દીધી હતી, આંદોલનથી પાટીદાર સમાજને અનામત અપાવવા પાસની ટીમે સખત પ્રયાસ કર્યા હતા, જો કે બાદમાં હાર્દિક પટેલ સાથેના મતભેદોને કારણે પાસની આખી ટીમ વેરવિખેર થઇ ગઇ હતી.

આ સિવાય પણ કોંગ્રેસ દ્વારા 1980 થી આજ સુધી કોઈ જ પાટીદાર નેતાને રાજ્યસભમાં સંસદ તરીકે મોકલાયા નથી આ સિવાય હાલમાં જ કોંગ્રેસ દ્વારા જમ્બો પ્રદેશ માળખું જાહેર કરાયું જેમાં પાટીદારોનો રકાસ નીકળી ગયો હોય તેવો માહોલ દેખાય રહ્યો છે. પ્રદેશની નેતાગીરી, પ્રવક્તાઓની યાદી માં પાટીદારો કરતા માણિતાઓને વધુ સ્થાન અપાયું છે. જેના કારણે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત બની તે સમાજને ગણકારીને ફરી એકવાર કોંગ્રેસે પોતાના પગ પર કુહાડો મારી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *