રુપાણી સરકારનો રૂપાળો નિર્ણય: હવે હેલ્મેટની જરૂર નહિ પડે

છેલ્લા કેટલાક દિવસોથી નવા મોટર વ્હીકલ અધિનિયમ 2019 નો અમલ થયા પછી લોકો હેલમેટ ન લઈને ખૂબ જ પરેશાન રહેતા હતા. જે પરેશાની સામે હવે…

છેલ્લા કેટલાક દિવસોથી નવા મોટર વ્હીકલ અધિનિયમ 2019 નો અમલ થયા પછી લોકો હેલમેટ ન લઈને ખૂબ જ પરેશાન રહેતા હતા. જે પરેશાની સામે હવે ગુજરાતના લોકો ને ઝઝૂમવું નહીં પડે. કારણકે હવે રૂપાણી સરકાર ગુજરાતમાં નવો નિયમ લાવી રહ્યા છે જેમાં હવે હેલ્મેટ પહેરવાની જરૂર નહીં પડે શહેરી વિસ્તારોમાં રૂપાણી સરકારે હેલ્મેટ ને લઈને ખુશીના સમાચાર આપ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ અધિનિયમ 2019 નો અમલ તા. 16 મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત પીયુસી અને જૂના વાહનોમાં પણ એચએસઆરપી ફરજિયાત કરાઇ હતી. છેવટે રાજ્યમાં વાહનચાલકોને સમયસર પીયુસી અને એચએસઆરપી આપી શકે તેવી માળખાકીય સુવિધા ન હોવાથી સરકારને પીયુસીની સાથે હેલ્મેટ અને HSRP નંબર પ્લેટની મુદત ફરી વધારીને 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ ના કાયદાને લઈને તેમાંય પણ શહેરી વિસ્તારમાં આ કાયદાની અમલવારી અને તગડા દંડને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે લોકરોષને ચરમસીમાએ જતો જોઈને આજે મળેલી રાજ્યની કેબિનેટ બેઠક બાદ મંત્રી આર.સી.ફળદુએ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, શહેર વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત બનાવી શહેરીવિસ્તારના લોકોને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપતી જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે મહાનગરપાલિકા અને નગરપાલિકા  વિસ્તારોમાં હેલ્મેટ ના પહેરનાર વાહનચાલકોનો દંડ પોલીસ કરશે નહિ.આમ ક્યાંક ને ક્યાંક લોકરોષ ને જોતા સરકારે પાછીપાની કરવી પડી હોય તેમ લાગે છે.

ગુજરાત સરકારે શહેરી વિસ્તારના લોકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમો અંગે વધુ એક યુ ટર્ન લેતા જાહેરાત કરી છે કે, શહેરી વિસ્તારોના વાહન ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આમ હવે દ્વિચક્રી વાહન ચાલકોને ફક્ત હાઇવે પર જ હેલ્મેટ પહેરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *