નીતિન પટેલે મુખ્યમંત્રી ન બનવા પર પોતાની નારાજગી અંગે કર્યો મોટો ખુલાસો- જાણો શું કહ્યું?

Published on: 11:25 am, Mon, 13 September 21

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન પટેલ(Anandiben Patel) બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર આપવામાં આવ્યો છે. ત્યારે ફરી રહેલી તમામ અટકળોનો આખરે અંતે આવી ગયો છે. ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા નીતિન પટેલે(Nitin Patel) જણાવતા કહ્યું હતું કે, તેઓને મુખ્યમંત્રી ન બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસભ્ય બન્યા છે અને સાથે કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.

બીજી બાજુ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલને મળવા પણ પહોચ્યા હતા. જ્યા નીતિન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા. નીતિન પટેલે કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના સાથીમિત્ર છે. જેથી મારી નારાજગીની વાત તદન ખોટી છે. તેની સાથે જ નીતીન પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેને લીધે પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.

વધુમાં નિતિન પટેલે જણાવતા કહ્યું છે કે, કોઈપણ રાજનેતા હોય એ પહેલાં લોકોના દિલમાં રહેલા હોય છે. હું 18 વર્ષનો હતો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ કાર્યકાર છુ. હું 6 વારધારાસભ્ય બન્યો એ પણ જનતાના વિશ્વાસ અને મતદાતાઓના પ્રેમ ના કારણે બન્યો. મારા દ્વારા હજારો કાર્યકરોઓને માર્ગદર્શન મળી રહે છે. હું ભાજપમાં જ રહીને નારાજ થાવ એ યોગ્ય નથી. વધુમાં જણાવતા તેમણે કહ્યું છે કે નસીબ, સમય સંજોગને આધીન બધુ થતું હોય છે. હું અને ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને કામ કરીશું.

પાટીદાર નેતા નિતિન પટેલ મહેસાણાના લોકપ્રિય નેતા તરીકે ગણવામાં આવે છે તેઓ ગુજરાતનાં ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં આરોગ્ય મંત્રી તરીકે પણ સારી કામગીરી કરી ચૂક્યા છે. નીતિન પટેલનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયો હતો. તેઓ 1990 થી 1995, 1995-1997 અને 1998-2002 અને 2012-2021 દરમિયાન વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2016 થી તેઓ ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા હતા.

કોણ છે ભુપેન્દ્ર પટેલ?
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 19 જુલાઈ 1962 ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમની પત્નીનું નામ હેતલબેન ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તેઓ સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે અને તેઓ ભાજપના કરોડપતિ ધારાસભ્યોમાંના એક છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની સામે એક પણ FIR નોંધવામાં આવી નથી. જાતિની વાત કરીએ તો તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલને આનંદી પટેલની નજીક માનવામાં આવે છે.

તેમણે 2017 માં ઘાટલોડિયામાં 117,000 મતદારોના રેકોર્ડ માર્જિન સાથે જીત મેળવી હતી, આ ચૂંટણીમાં ગુજરાતના કોઈપણ મતવિસ્તારમાં ભાજપ માટે સૌથી વધુ લીડ ધરાવતો આંકડો. તેઓ અગાઉ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ 19 થી 2006 સુધી મેમનગર નગરપાલિકાની સ્થાયી સમિતિના પ્રમુખ અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.