‘પુષ્પા’ માં વિલનનું પાત્ર નિભાવનાર ભંવર સિંહની આ કહાની કોઈ નથી જાણતું- મોટા મોટા સ્ટારને પડતા મૂકી…

Published on Trishul News at 4:58 PM, Mon, 17 January 2022

Last modified on January 17th, 2022 at 4:58 PM

અલ્લુ અર્જુન(Allu Arjun)ની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa: The Rise) એ અલગ જ રેકોર્ડ સેટ કર્યો છે. આ ફિલ્મ સુપર હીટ નહિ પરંતુ સુપર ડુપર હીટ ગઈ છે. તેથી ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. આ અલ્લુ અર્જુનની પહેલી પેન ઈન્ડિયા ફિલ્મ છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ 17 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ મુખત્યત્વે બે કારણોથી ચર્ચામાં છે. એક તો તેનો હિરો અલ્લુ અર્જુન અને બીજું તેનો વિલન ભંવર સિંહ શેખાવત (Bhanvr sinh shekhavat).

જો ફિલ્મનો હિરો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન છે, તો તેની સામે વિલન પણ મજબૂત હોવો જ જોઈએ. તેથી ભંવર સિંહ શેખાવતની વિલન તરીકે એક સારી પસંદગી સાબિત થઇ છે. પહેલા આ ફિલ્મના વિલન માટે વિજય સેતુપતિની પસંદગી થઇ હતી પરંતુ તારીખ ન મળવાના કારણે તે આ ફિલ્મમાં કામ કરી શક્યા નહિ. તેથી લોકોમાં ઉત્સુકતા વધી ગઈ કે હવે અલ્લુ અર્જુનની સામે ક્યા મજબુત વિલનને કાસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત આ ફિલ્મ માટે બોલીવુડ સ્ટાર સંજય દત્તથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકી સુધીના નામ સામે આવ્યા .

અંતે 21 માર્ચે ફિલ્મના અસલી વિલનની જાહેરાત કરવામાં આવી અને તેનું નામ હતું ફહદ ફાસીલ . વિલનની જાહેરાત થતા જે લોકો તેને ઓળખે છે તેઓ ખૂબ જ સંતુષ્ટ હતા કે અલ્લુ અર્જુનની સામે એક મજબૂત વિલનને કાસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે પણ ફિલ્મ માં હિરો અને વિલનના સીન્સ સામસામે આવે છે ત્યારે જનતા નો જોશ વધી જાય છે. તેથી તેનો ફાયદો ઉઠાવવા માટે નિર્માતાઓએ ફહાદના પાત્રનો ઓછો ઉપયોગ કર્યો છે.

આ ફિલ્મના બીજા ભાગમાં ભંવર સિંહ શેખાવતની ફરી પાછા આવશે. ફહાદ ફાઝિલે એ સાબિત કરી બતાવ્યું કે તે વિજય સેતુપતિની ખોટ પુરવા સક્ષમ છે. જે લોકો ફહાદ ફાસિલને ઓળખતા નથી તેમની માટે આ લેખ ખુબ જ ઉપયોગી રહી શકે છે.

મોહનલાલ સર પછી જે અભિનેતાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે તે ફહદ ફાસીલ મલયાલમ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે. અત્યાર સુધી લોકો ફહદ ફાસિલને એટલા ઓળખતા ન હતા પરંતુ પુષ્પા ફિલ્મમાં તેનો અભિનય જોઇને હવે તે આખા ભારતમાં ફેમસ થઇ ગયો છે આટલું જ નહિ પરંતુ લોકો હવે તેની ફિલ્મ શોધીને જોશે . કારણકે ફહાદ ફાસિલ માત્ર એક નામ જ નથી પરંતુ આ એક એક્ટિંગ સ્કુલ છે.

પુષ્પા મુવી બાદ ફહાદને ઘણાં લોકો જાણવા લાગ્યા છે. તે એક નેચરલ એક્ટર છે. તે તેની આંખોથી એક્ટિંગ કરે છે. ફહાદનું પૂરું નામ અબ્દુલ હમીદ મોહમ્મદ ફહાદ ફાઝીલ છે. તેમનો જન્મ કેરળના એર્નાકુલમમાં 8 ઓગસ્ટ 1982ના રોજ થયો હતો. તેના પિતા ફાઝીલ અને માતા રોઝીના છે.

ફહાદના પિતા મલયાલમ ઉદ્યોગના પીઢ નિર્દેશક હતા અને તેમની માતા ગૃહિણી છે. ફહાદ ફાસીલને ચાર ભાઈ-બહેન છે જેમાં બે બહેનો અને એક ભાઈ છે. બહેનોના નામ અહેમદા અને ફાતિમા છે જ્યારે ભાઈઓના નામ ફરહાન છે. ફરહાન પણ મલયાલમ અભિનેતા છે.

તેમની પત્નીનું નામ નઝરિયા નાઝીમ છે, જે પોતે મલયાલમ અને તમિલ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. બંનેની મુલાકાત બેંગ્લોરના દિવસોમાં શૂટિંગ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ 2014માં લગ્ન કરી લીધા હતા.  ફાઝિલને તેના પિતા મોહનલાલે પોતાની ફિલ્મ મંજીલ વિરિંજા પુક્કલમાં પહેલો બ્રેક આપ્યો હતો.આ સિવાય પણ પિતાએ હરિકૃષ્ણન્સ, મણિચિત્રથાઝુ અને એન્ટે મમત્તિકુટ્ટીયમક્કુ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

તેણે પોતાના અભ્યાસની શરૂઆત SDV સેન્ટ્રલ સ્કૂલમાંથી કરી હતી. ત્યારબાદ તેણે લોરેન્સ સ્કૂલ ઉટીમાંથી ઇન્ટરમીડિયેટનો અભ્યાસ પૂર્ણ કર્યો અને સનાતન ધર્મ કોલેજમાંથી ડિગ્રી પણ પૂર્ણ કરી.

ઘણા લોકો ફહાદને જાણતા નથી તેથી તેની ઘણી એવી ફિલ્મો છે જે હિન્દીમાં ડબ નથી કરી. જે  સબટાઈટલવાળી ફિલ્મો જોવે છે તેમની માટે ફહાદ એક ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવે છે. ફહાદ 20 વર્ષની ઉંમરે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં 2002માં આવ્યો હતો અને તેની પહેલી ફિલ્મ કૈયેથુમ દૂરથ હતી. તેના પિતાજી દિગ્દર્શક હોવાથી ફિલ્મ સરળતાથી મળી ગઈ હતી. તેણે પોતાના ચાલુ અભ્યાસમાં જ એક્ટિંગ કરવાની શરૂઆત પણ કરી દીધી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી કારણ કે ફહદે એક્ટિંગ શીખવી જરૂરી ન માની. તે ખુદ પણ માને છે કે એક્ટિંગ શીખ્યા વિના ફિલ્મોમાં પ્રવેશ કરનાર તેની ભૂલ હતી. તેથી તે તરત જ ફિલ્મોમાં કામ છોડીને 5 વર્ષ માટે યુએસએમાં નિઝામીની ફ્રેન્ડ્સ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું .

તે અમેરિકાની દુકાને જઈને ભાડેથી હિન્દી ફિલ્મ લાવતો.  તેના મનમાંથી હજુ પણ એક્ટિંગનો શોખ ગયો ન હતો. જ્યારે તે યુએસએમાં હતો ત્યારે તેણે એક “યુ ન હોતા તો ક્યા હોતા” નામની નસીર સાહબના નિર્દેશનમાં બનેલી ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ તેને સમજાયું કે ખરેખર એક્ટિંગનો સાચો અર્થ શું છે. તેમાં સલીમ રાજા બાલીનું પાત્ર ઇરફાન ખાને ભજવ્યું હતું. તેમની આંખોથી અને ઇરફાન ખાનની એક્ટિંગ જોઈને તે સમજી ગયા કે નેચરલ એક્ટિંગ કોને કહેવાય. ખરેખર તો આ તેના જીવનનો એક વળાંક હતો.

આ વખતે ફહાદ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યો હતો. 7 વર્ષ પછી ભારત આવેલા ફહાદે નેચરલ એક્ટિંગની પરિભાષા જ બદલી નાખી. આ વખતે ફહાદને બધું થાળીમાં પીરસીને જ આપવામાં આવ્યું ન હતું. 2009માં તેની કેરળ કેફે નામની ફિલ્મ રીલીઝ થઇ અને આ ફિલ્મમાં 10 બેસકોલી વાર્તાઓ કેહવામાં આવી હતી. આ ફિલ્મમાં રોલ મેળવવા માટે તેણે ખુબ જ મહેનત કરી હતી. આ ફિલ્મમાં મામૂટી, સુરેશ ગોપી, પૃથ્વી રાજ સુકુમારન અને દિલીપ જેવા કલાકારો હોવા છતાં તેની એક્ટિંગ તરફ લોકોનું ધ્યાન ખેચવામાં સફળ રહ્યો હતો.

પ્રમાણી, કોકટેલ આઉટ ટુર્નામેન્ટ જેવી ફિલ્મોમાં તે નાની ભૂમિકા ભજવ્યા બાદ 2011માં છપ્પા કુરિશુમાં મુખ્ય હીરો તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં ફહાદનો એક કિસિંગ સીન હોવાના કારણે તે મોલીવુડમાં વિવાદમાં પણ આવ્યો હતો. પરંતુ ફહાદે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો કેરળ રાજ્ય પુરસ્કાર મેળવીને સાબિત કરી દીધું કે તે આ વખતે પૂરી તૈયારી સાથે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે. તેની આ ફિલ્મે ઘણો સારો વ્યવસાય પણ કર્યો હતો.

તે વર્ષે ફહાદ ડાયમંડ નેકલેસ ફિલ્મમાં પાન દેખાયો હતો. આ ફિલ્મે પણ ધૂમ મચાવી હતી. ફહાદ ફાસિલ વર્ષ 2013માં કુલ 12 ફિલ્મોમાં દેખાયો અને દરેક ફિલ્મમાં તેનું પાત્ર કઈક અલગ જ જોવા મળે છે. તેણે પસંદ કરેલી ફિલ્મોમાં મસાલો ઓછો અને કન્ટેન્ટ વધારે હોય છે.

વધુમાં જણાવીએ તો ફહાદના અભિનયથી લોકો તેની ફિલ્મો જોવા માટે ખુબ જ ઉત્સુક રહેતા. તે જ વર્ષે ફહાદની એક ફિલ્મ આર્ટિસ્ટ નામની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી અને આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો કેરળ રાજ્ય પુરસ્કાર પણ મળ્યો હતો. તેની બીજી એક ફિલ્મ અન્નયુમ રસુલુમ સુપરહિટ રહી જે માત્ર 4 કરોડના બજેટમાં બની પણ 12 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને પણ પુરસ્કાર મળ્યા હતા. તે જ વર્ષે તેમની ફિલ્મ નોર્થ 24 કથાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

ફહાદને મલયાલના શ્રેષ્ઠ સુપરસ્ટાર તરીકે ઓળખાવા લાગ્યો. તેની ગણતરી મોહનલાલ, મામૂટી, પૃથ્વી રાજ સુકુમારન અને સુરેશ ગોપી જેવા કલાકારોમાં લોકો કરવા લાગ્યા અને ઘણાં પુરસ્કારો પણ અને મળ્યા હતા. ફહાદે એટલી ફિલ્મમાં કામ કર્યું છે કે તેની ગણતરી કરવી કઠીન છે. 2014માં ફિલ્મ બેંગલોર ડેઝ રિલીઝ થઈ હતી. જે મલયાલમ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. તેણે ટ્રાન્સ, સુપર ડીલક્સ, કુમ્બલાંગી નાઈટ્સ અને અથિરન જેવી ઘણી સામગ્રી આધારિત ફિલ્મો કરી છે.2017માં બનેલી તેની ફિલ્મ થોન્ડીમુથલમ દ્રીક્ષાક્ષિયમ અને 2016ની ફિલ્મ મહેશિંતે પ્રતિકારમ, બંનેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેની 2018ની ન્જાન પ્રકાશે 56 કરોડની કમાણી કરનાર આ વર્ષની ફિલ્મ બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "‘પુષ્પા’ માં વિલનનું પાત્ર નિભાવનાર ભંવર સિંહની આ કહાની કોઈ નથી જાણતું- મોટા મોટા સ્ટારને પડતા મૂકી…"

Leave a comment

Your email address will not be published.


*