સોસિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે નોરા ફતેહીનો આ વિડીયો- તમે જોયો કે નહિ?

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નોરા એક અભિનેત્રીની સાથે સાથે ડાન્સર પણ છે. તે ઘણી વાર તેના વીડિયો શેર…

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નોરા એક અભિનેત્રીની સાથે સાથે ડાન્સર પણ છે. તે ઘણી વાર તેના વીડિયો શેર કરીને તેના ડાન્સથી લાખો યુવાનોનું દિલ જીતી લે છે. હાલમાં જ તેણે બીજો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

આ વાયરલ વીડિયોમાં નોરા ફતેહીએ બિકીની ટોપ અને શોર્ટ્સ પહેરી છે. તે હોલીવુડ સિંગર ડ્રેકના પ્રખ્યાત ગીત વન ડાન્સ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. નોરાના આ વીડિયોને યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ તેની પ્રશંસા પણ થઈ રહી છે. આ વીડિયોને 16 લાખથી વધુ યુઝર્સ દ્વારા પસંદ પણ કરવામાં આવ્યો છે.

નોરા ફતેહી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના જબરદસ્ત ડાન્સ માટે પ્રખ્યાત છે. તેને ફક્ત તેના ડાન્સને કારણે જ આ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી છે. નોરાએ ઘણાં મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તેણે ડાન્સ રિયાલિટી શો ઇન્ડીયાજ બેસ્ટ ડાન્સરમાં જજ રહી ચુકી છે. તે ડાન્સ દિવાના અને સુપર ડાન્સર પ્રકરણ 4 માં ગેસ્ટ જજ અને મહેમાન તરીકે પણ જોવા મળી છે.

નોરા ફતેહીએ બોલિવૂડમાં પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 2014 માં કરી હતી. શરૂઆતથી આજ સુધી તે હિંદી ફિલ્મોની સાથે સાઉથની ફિલ્મોમાં પણ મોટાભાગના આઈટમ સોંગ્સમાં જોવા મળી હતી. તેને ઓળખ જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરથી મળી. આ સિવાય નોરાએ ભારત, બાટલા હાઉસ અને સ્ટ્રીટ ડાન્સ 3 ડીમાં પણ કામ કર્યું છે. આગળ તે ભુજ અને સત્યમેવ જયતે 2 ફિલ્મોમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *