કેનેડાથી 5000 રૂપિયા ભારત લઈને આવેલી આ એક્ટ્રેસે બનાવી નાખ્યા કરોડો રૂપિયા

નોરા ફતેહી છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. કેનેડાની રહેતી નોરા ફતેહીએ ફિલ્મ ‘રોર: ટાઈગર્સ ઓફ સુંદરવન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો…

નોરા ફતેહી છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. કેનેડાની રહેતી નોરા ફતેહીએ ફિલ્મ ‘રોર: ટાઈગર્સ ઓફ સુંદરવન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2014 માં બોલિવૂડ કરિયરની શરૂઆત કરનારી નોરા સ્ટ્રીટ ડાન્સર 3ડી માં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.

તેણે તાજેતરમાં બોલિવૂડમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. નોરાએ કહ્યું કે કેનેડા છોડવું તેમના માટે સહેલું નથી. તેમણે કહ્યું કે મારો દેશ છોડીને, મારા મિત્રો અને ભારત જેવા દેશમાં આવવું, જ્યાં મને કોઈ જાણતું નથી, મારા માટે તે થોડું મુશ્કેલ હતું, પરંતુ મેં થોડા વર્ષોમાં મારા માટે થોડી જગ્યા બનાવી લીધી છે અને હું તેનાથી સંતુષ્ટ છું.

તેણે કહ્યું હતું- હું ફક્ત 5000 રૂપિયા લઈને ભારત આવી હતી. જો કે, હું જે એજન્સીમાં કામકરતી હતી ત્યાંથી હું દર અઠવાડિયે 3000 રૂપિયા મેળવતી હતી. આ રકમની દિનચર્યાનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ મેં બધી બાબતોને ચપળતાથી મેનેજ કરી, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પુરા ન થઇ જાય.’

નોરા ફતેહીએ કહ્યું કે મેં ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું હતું પરંતુ તે સમયે હું બહુ પ્રખ્યાત નહતી પણ દિલબર સોંગ મારા માટે વળાંક સમાન સાબિત થયું. નોરાએ કહ્યું કે બોલિવૂડની ફ્રી સ્ટાઇલ તેને ખૂબ જ આનંદકારક છે અને તેના માટે ડાન્સ કરવાની આ ખૂબ જ કુદરતી રીત છે. આ જ કારણ છે કે તે તેના ડાન્સ મૂવ્સની મદદથી ભારતમાં ખૂબ પ્રખ્યાત થઈ છે.

નોંધપાત્ર વાત એ છે કે, નોરા સુષ્મિતા સેનના સોંગ દિલબર રિમેકમાં જોવા મળી હતી અને આ ગીત લાંબા સમયથી યુટ્યુબ પર ટોચનું ટ્રેન્ડિંગ હતું. આ ગીતથી નોરાને જબરદસ્ત લોકપ્રિયતા મળી અને નોરા તેના ડાન્સ મૂવ્સને કારણે બોલિવૂડની નવી આઇટમ ક્વીન બની.

જ્હોન અબ્રાહમના સત્યમેવ જયતેમાં આઈટમ નંબર રિલીઝ થયા પછી નોરા હવે સ્ટ્રીટ ડાન્સર 3 ડી પર કામ કરી રહી છે, આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *