કોરોના વાઈરસ થાય એ તમામના મૃત્યુ કેમ નથી થતા? અમેરિકાએ શોધ્યું કારણ- તમે પણ જાણી લો

કોરોના વાયરસથી વિશ્વભરમાં લાખો લોકો સંક્રમિત છે અને પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસની સામે લાખો લોકો જંગ જીતીને સ્વસ્થ પણ થયા છે. એવામાં અમેરિકાના…

કોરોના વાયરસથી વિશ્વભરમાં લાખો લોકો સંક્રમિત છે અને પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસની સામે લાખો લોકો જંગ જીતીને સ્વસ્થ પણ થયા છે. એવામાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વિટામિન ડી ની ખામી ધરાવતા લોકોને બીજાની સરખામણીમાં કોરોના વાયરસ વધારે જીવલેણ સાબીત થાય છે. આ માટે દુનિયા ભરમાં કોરોના વાયરસથી મોતને ભેટલી કેટલીક વ્યકિતઓનો ડેટાનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાંસ, જર્મની, ઇરાન, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ઇટલીનું હેલ્થકેર સિસ્ટમ દુનિયામાં સૌથી ઉત્તમ ગણાય છે. એક સરખા કોરોના ટેસ્ટ કર્યા હોય એવા દેશોના મુત્યુદરના આંકડાનો પણ અભ્યાસ કર્યો જેમાં વિટામિન ‘ડી’ ની ઉણપ સાથેનો સંબંધ સ્પષ્ટ જણાઇ આવતો હતો. વિટામિન ડી ના પ્રમાણ અને સાઇટોકાઇનને સીધો સંબંધ જોવા મળ્યો હતો. સાઇટોટાઇન સૂક્ષ્મ પ્રોટીનોનું એક એવું ગ્રુપ છે જેનો કોશિકાઓ સંકેત આપવા માટે ઉપયોગમાં લે છે. જો સાઇટોકાઇનથી ઇમ્યૂન સિસ્ટમ ઓવર રિએકશન કરે તો પણ આ સ્થિતિ જીવલેણ સાબીત થાય છે.

કોરોના વાયરસના ઘણા બધા કેસમાં દર્દીના મોત ઇમ્યૂન સિસ્ટમના ઓવર રિએકશનથી થયા છે. નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટીના સંશોધકના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામીથી ખૂબ સાઇટોકાઇનનો સ્ત્રાવ જોવા મળ્યો હતો. સાઇટોકાઇનનું વધવાથી ફેફસાને ખૂબ નુકસાન થાય છે. એટલું જ નહી ઘાતક રેસ્પેરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને ઉત્તેજના આપી શકે છે. કોવિડ-19ના મોટા ભાગના દર્દીઓના મોત આ રીતે જ થયા છે.

વાયરસથી બચાવીને વિટામીન ડી માત્ર ઇમ્યૂન સિસ્ટમને સારી રાખે છે એટલું જ નહી તેને ઓવર રિએકટ કરતા પણ રોકે છે. વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે આ ઉપરાંત દૂધ અને દૂધ ઉત્પાદનો અને માછલીમાં સારા પ્રમાણમાં હોય છે, આમ નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મત મુજબ વિટામિન ડી અને મુત્યુદરના સંબંધ અંગે દુનિયામાં વધુ સંશોધનો થતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *