સી.આર.પાટિલે જેને ગણાવ્યા હતો કચરો, એમાંથી એક પણ નેતાને સ્થાન ન મળતા કોના પેટમાં તેલ રેડાશે?

ગુજરાત(Gujarat): થોડા સમયથી રાજ્યના રાજકારણમાં અવારનવાર ઉથલપાથલ થઇ રહી છે. એ પછી ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress) હોય કે આમ આદમી પાર્ટી(AAP) તમામ પાર્ટીમાં કઈને કઈ…

ગુજરાત(Gujarat): થોડા સમયથી રાજ્યના રાજકારણમાં અવારનવાર ઉથલપાથલ થઇ રહી છે. એ પછી ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress) હોય કે આમ આદમી પાર્ટી(AAP) તમામ પાર્ટીમાં કઈને કઈ ગરમાવો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે એક વાર ભારતીય જનતા પાર્ટી છોડનાર કે કોંગ્રેસમાથી આવનાર એક પણ આગેવાનને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચુંટણી સમિતિ(Election Committee)ની 14 સભ્યોમા કે પ્રદેશ કોર કમિટીના 12 સભ્યોમા સ્થાન આપવામાં આવ્યું નથી. આવું થવાથી કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવેલા નેતાઓને જો નિગમોમાં સ્થાન નહિ મળે તો ચોક્કસ વિરોધના સૂર ઉઠશે.

બીજી તરફ કોંગ્રેસમા ગઇ કાલે આવનાર કે જેના રાજકીય ગોત્ર ઉપર શંકા કરી શકાય તેવા અનેક નેતાઓને કોંગ્રેસમાં મહત્વના પદ અને મહત્વ આપવામા આવી રહ્યુ છે જેનાથી કોંગ્રેસ પક્ષ સંગઠનની આંતરીક તુટી રહી હોય તેવું લાગી રહ્યું છે.

જોવામાં આવે તો ભાજપમાંથી એક વાર નીકળેલ અને અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ એક પણ નેતાને ભાજપે ચુંટણી સમિતિ અને પ્રદેશ કોર કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ભાજપ ચૂંટણી સમિતિ સભ્યોની યાદી:
ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ દ્વારા આજ રોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેઓના નામોની યાદીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, નીતિન પટેલ, આર. સી. ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરભાઈ, જાવંતસિંહ ભાભોર, રાજેશ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડૉ.કિરીટ સોલંકી અને ડૉ. દિપીકાબેન સરડવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ભાજપ પ્રદેશ કોર ગ્રુપના સભ્યોની યાદી:
ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ દ્વારા આજ રોજ પ્રદેશ કોર ગ્રુપના સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સી. આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, રત્નાકરભાઈ, જીતું વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજન ભટ્ટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *