હૈયું ચીરી નાખતી ઘટના:રેલ્વે ટ્રેક પર બેસીને ફોનમાં વાત કરી રહ્યો હતો યુવક, અચાનક ટ્રેન આવતા શરીરના થયા ટુકડેટુકડા

Published on: 5:52 pm, Fri, 24 June 22

આણંદ (Anand): આજકાલ લોકો પોતાના ફોન (Phone)માં એટલા મશગુલ હોય છે કે તેઓને આજુબાજુની કઈ પણ ખબર રહેતી નથી. જે ઘણી વાર જીવલેણ બની જતું હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, આણંદ (Anand)ના મંગળપુરા ફાટક(Mangalpura Phatak) પાસે મંગળવારની મોડી રાત્રે મોબાઇલ પર વાતોમાં વ્યસ્ત રહેનાર યુવક ટ્રેન (Train)ની અડફેટે આવી ગયો હતો. જેથી તેને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત:
મળતી માહિતી અનુસાર, દીપક રમણભાઈ બારોટ(29) નામનો યુવક આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા વિસ્તૃત પાર્ક ખાતે રહે છે. તે મંગળવારની મોડી રાત્રે કોઇ કામ અર્થે ઘરની બહાર નિકળ્યાં હતાં. તેઓ મંગળપુરા ફાટક પાસે હતો, તે સમયે મોબાઇલ પર વાતો કરતો હતો. આ વાતો દરમિયાન તે ટ્રેક સુધી પહોંચી ગયો હતો. આ સમયે ટ્રેન આવી હતી.

તે ફોન પર વાતોમાં એટલો વ્યસ્ત હતો કે તેને ટ્રેન આવી તેની પણ જાણ નહોતી. તેથી તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો. આ ટ્રેન ટક્કરમાં દીપકને માથામાં ગંભીર ઇજા પહોચી હતી. જેથી દીપકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં તેમના પરિવારજનો સ્થળ પર પહોંચ્યાં હતાં. આ બનાવ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.