હવે માસ્ક નહિ પહેરવા પર રૂપાણી સરકાર ખંખેરશે 1000 રૂપિયાનો દંડ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી કાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આપણા સમગ્ર દેશમાં પણ આ મહામારીનાં ફેલાવવામાં…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી કાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આપણા સમગ્ર દેશમાં પણ આ મહામારીનાં ફેલાવવામાં સતત વધારો જ થતો જાય છે. આ મહામારીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનો પણ સમગ્ર દેશમાં થોડાં સમય માટે અમલ કરવામાં આવ્યો હતો.

આ મહામારીને ફેલાવતી અટકાવવાં માટે મુખ્યત્વે 2 જ બાબતોને હાલમાં ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે- માસ્ક ફરજિયાતપણે પહેરવું તેમજ બે વ્યક્તિ વચ્ચેનું સામાજિક અંતર પણ જાળવી રાખવું.થોડાં સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરેલ વ્યક્તિની પાસેથી માત્ર 200 રૂપિયા જ દંડ લેવામાં આવતો હતો.

પરંતુ રાજ્યમાં લોકો આ દંડનું પાલન કરવામાં તેમજ લોકો આ દંડને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આ દંડમાં આવતીકાલથી જ વધારો કરી દેવામાં આવ્યો છે. આ દંડને આવતીકાલથી અગાઉના દંડ કરતાં કુલ પાંચ ગણો વધારો કરો દેવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતવાસી માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે તહેવાર આવતાં હોય છે. આવામાં વધુને વધુ લોકો ઘરની બહાર પણ નીકળતાં જોવાં હોય છે. કોરોના મહામારીની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા,સ આવી રહી છે, કે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર વ્યકિતની પાસેથી કુલ 1,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ આ જાહેરાત કરી દીધી છે.

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે.  તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવાર થી જાહેરમાં માસ્ક નહીં પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.  તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડ નહીં કરે, કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડ થી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રી એ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *