હવે શિયાળામાં પણ માખણની જેમ ઓગળવા લાગશે ચરબી, અપનાવો આ ટીપ્સ

હાલ શિયાળા (winter)ની ઋતુ ચાલી રહી છે. એવામાં હવે દરેકના ઘરમાં વિવિધ પાકો બનતા હોય છે. આવી સ્થિતિમાં જે લોકો ડાયટ કરતા હોય છે તેમના…

હાલ શિયાળા (winter)ની ઋતુ ચાલી રહી છે. એવામાં હવે દરેકના ઘરમાં વિવિધ પાકો બનતા હોય છે. આવી સ્થિતિમાં જે લોકો ડાયટ કરતા હોય છે તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તેમજ શિયાળામાં ગરમ, તેલયુક્ત તેમજ ફાસ્ટફૂડ ખાવાનું વધી જતું હોય છે. જેને કારણે વજન વધતું જાય છે. ત્યારે અમે તમને શિયાળામાં પણ તમારું વજન સરળતાથી ઘટાડી શકાય તેવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શિયાળામાં વજન ઘટાડવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે શિયાળામાં વિવિધ પાકો બનતા હોય છે. આવી સ્થિતિમાં અમુક ઉપાયો દ્વારા તમે તમારા વજનને નિયંત્રણમાં રાખી શકો છો.

સૂવાના સમયના 3 કલાક પહેલાં ખાઈ લો:
વજન ઘટાડવા માટે માત્ર સારો ખોરાક લેવો એ જ સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ સમયસર ખાવું એ પણ ખૂબ જ જરૂરી છે, આવી સ્થિતિમાં છો તમે વજન ઘટાડવા માગતા હોય તો શિયાળાની ઋતુમાં રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ફરજિયાત પણે આહાર લેવો જોઈએ, વહેલો ખોરાક લેવાથી તે ખૂબ જ સારી રીતે પચી જશે, તેમજ પાચનતંત્ર સ્વસ્થ રહેવાથી વજન પણ વધતું નથી.

આ સિવાય સવારે નાસ્તાના સમયનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કારણકે યોગ્ય સમય કરવામાં આવેલો નાસ્તો તમને દિવસમાં એનર્જીથી જ નહીં પરંતુ તમારું પેટ ભરેલું છે તેનો પણ અનુભવ કરાવશે. જેના કારણે તમે દિવસ દરમિયાન વધુ પડતો ખોરાક લેશો નહીં, તેથી વજન વધવાની સમસ્યા પણ રહેશે નહીં.

સવારે ઉઠયાના 2 કલાકની અંદર જ નાસ્તો કરી લેવો:
એક્સપર્ટના મતે, સવારે ઊઠીને બે કલાકની અંદર જ નાસ્તો કરી લેવો જોઈએ. એટલે કે જો તમે સવારે 6 વાગે ઉઠો છો તો તમારે 8 વાગ્યા પહેલા ફરજિયાત પણે સવારનો નાસ્તો કરી લેવો જોઈએ. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઠંડુ વાતાવરણ હોવાને કારણે આપણા શરીરને ગરમ રાખવા માટે કેલેરી યુક્ત ખોરાક લેવો જોઈએ. આ ખોરાક લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેથી ફાસ્ટ ખાવાની ઈચ્છા પણ ઓછી થાય છે.

નિયમિત પણે કસરત કરવી:
આહારની સાથે સાથે શિયાળા દરમિયાન સવારે નિયમિત કસરત કરવી જોઈએ. તમે ઘરની અંદર જ સામાન્ય કસરત કરી શકો છો. આ સિવાય ઘરના કામો જેવા કે કપડાં ધોવા, પોતુ કરવું વગેરે જેવા કાર્ય કરવાથી પણ પેટની ચરબી વધતી અટકાવી શકાય છે. તેમજ દરરોજ ચાલવાનું પણ રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *