હવે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવું હશે તો પાળવો પડશે આ નિયમ, જાણીલો ખૂબ અગત્યનું છે

કોરોનાવાયરસની મહામારીને નજરમાં રાખતાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓની સુરક્ષા જાળવવા માટે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન અને દેશભરમાં એ ગ્રાહકોને ઇંધણનો વેચવાનો ફેંસલો કર્યો છે…

કોરોનાવાયરસની મહામારીને નજરમાં રાખતાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓની સુરક્ષા જાળવવા માટે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન અને દેશભરમાં એ ગ્રાહકોને ઇંધણનો વેચવાનો ફેંસલો કર્યો છે જે માસ્ક પહેરીને પેટ્રોલ પંપ પર આવશે.

ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના અધ્યક્ષ અજય બંસલે કહ્યું અમારા કર્ઓમચારી ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે કાલે આ નિર્ણય કર્યો છે કે કોરોનાવાયરસ મહામારીને નજરમાં રાખતાં આખા ભારતમાં રિટેલ આઉટલેટ પર માસ્ક  ન પહેર્યું હોય તેવાને ઇંધણ આપવામાં આવશે નહીં.

પેટ્રોલ પંપ વર્ષમાં ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ખુલ્લા રહે છે. સરકારે પેટ્રોલ પંપ અને આવશ્યક સેવાના રૂપમાં જાહેર કર્યું છે, અમારા કર્મચારીઓ ગ્રાહકના સાથે સીધા સંપર્કમાં આવે છે અને સ્થિતિને જોતા અમે નિર્ણય કર્યો છે કે કોઈપણ વ્યક્તિ જો માસ્ક પહેરીને નહીં આવે તો તેને ઇંધણ ખરીદવાની પરવાનગી આપવામાં નહીં આવે.

તેમણે વધુમાં કહ્યું કે આ ગ્રાહકો અને અમારા કર્મચારીઓ માટે એક સારું પગલું હશે કારણ કે ગ્રાહકોને દરેક સમયમાં માસ્ક પહેરવા માટે મજબૂર કરશે.

દેશ વ્યાપી lockdown ને નજરમાં રાખતાં પેટ્રોલ અને કાચા તેલની વેચાણમાં ખુબ અછત આવી છે તેમણે એને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે કારણકે વેચાણમાં ૯૦ ટકાનો ઘટાડો નોંધાયો.બંસલે કહ્યું કે અમે lockdown ના પહેલા જેટલું વેચાણ કરી રહ્યા હતા અત્યારે અમે તેનું ફક્ત 10 ટકા જ વેચાણ કરી રહ્યા છીએ અમને ખૂબ વધારે નુકસાન પહોંચ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *