હવે ભારત પાકિસ્તાન પર કબજો કરવાના મુડમાં, ભારતીય સૈન્યમાં સામેલ થયું આ ઘાતક હથિયાર 

Published on Trishul News at 5:46 PM, Wed, 22 January 2020

Last modified on January 22nd, 2020 at 5:46 PM

પાકિસ્તાન અને ચીનને જોરદાર ટક્કર આપવા માટે ભારતે સૌથી મોટી અને ઘાતક તોપ વિકસાવી છે. દેશની સૌથી મોટી તોપ શારંગ તોપનું સફળ રીતે પરિક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે. ઓર્ડિનેંસ ફેક્ટ્રી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી 155 મીમી કૈલિબરનીની શારંગ તોપનું મધ્ય પ્રદેશના જબલપુરના ખમરિઇયા રેંજમાં સફળ રીતે પરિક્ષણ કરવામાં આવ્યું.

ભારતીય સેનામાં નવા-નવા આધુનિક સાધનોનો સમાવેશ કરીને ભારતની શક્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ જ યોજના હેઠળ હવે દેશમાં બનેલી અદ્યતન શારંગ તોપ પણ હવે ભારતીય સેનામાં સામેલ થઈ ગઈ છે. દેશમાં બનેલી 39 કિલોમીટર સુધીની માર કરવાની ક્ષમતા ધરાવતી 18 અદ્યતન શારંગ તોપનો પહેલો જથ્થો ભારતીય સેનામાં સામેલ થઈ ગયો છે.

લગભગ 39 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં શક્મતા ધરાવતી શારંગ તોપના સફળ પરિક્ષણ સાથે તેને સેનામાં શામેલ કરવાનો માર્ગ પણ મોકળો બની ગયો છે. આ અગાઉ જ ભારત કે 9 વજ્ર-ટી, ધનુષ અને અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી M-777 તોપોને સેનામાં શામેલ કરી ચુક્યું છે. આ તોપો દ્વારા હવે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ્યા વગર જ લગભગ 40-50 કિલોમીટર વિસ્તારને સરળતાથી પોતાનું નિશાન બનાવી શકે છે.

ભારતે સૈન્ય માટે વધુ એક ઘાતક તોપ વિકસાવી

ભારતે સૈન્ય માટે વધુ એક ઘાતક તોપ વિકસાવી છે. તેનું નામ ભગવાન વિષ્ણુના ધનુષ શારંગના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વર્ષે જ શારંગ નામની 30 તોપ ભારતીય સૈન્યમાં શામેલ કરવામાં આવી શકે છે. શારંગ તોપ એક જ વરમાં ત્રણ ગોળા છોડવામાં સક્ષમ છે. શારંગને 130 એમએમની એમ-46 તોપને રિગ્રેડ કરીને બનાવવામાં આવી છે. એમ-46 તોપની મારક ક્ષમતા 27 કિલોમીટરની હતી તો શારંગની ક્ષમતા 36 કિલોમીટર છે. એટલુ જ નહી પરંતુ આ તોપ અગાઉ કરતા હવે વધારે વિનાશ પણ વેરી શકે છે.

એક ગોળામાં 8 કિલો ટીએનટીનો ઉપયોગ

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એમ-46ના ગોળામાં 3.4 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે શારંગના ગોળામાં 8 કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે ટીએનટીનો અર્થ કે વધારે વિનાશ. શારંગ તોપનું વજન લગભગ 8.4 ટન છે અને તેના બેરલની લંબાઈ 7 મીટર છે. આ ગન પણ હવે સેમીઓટોમેટિક છે. હવે તોપમાં ગોળા નાખવામાં પણ ક્રુ મેંબરને ઘણું સરળ રહેશે.

પહેલા તબક્કામાં 30 અને બીજા તબક્કામાં 70 જ્યરે આગામી તબક્કામાં 100-100 તોપનું નિર્માણ કરવામાં આવશે. 2022 સુધીમાં 300 શારંગ તોપોન્નું નિર્માણ કરવામાં આવશે. એક શારંગ તોપ બનાવવામાં લગભગ 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. શારંક સંપૂર્ણ રીતે સ્વદેશી છે.

શું સાકાર થશે પાકિસ્તાનનું સપનું?

શારંગ, કે9 વજ્ર-ટી, ધનુષ અને અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી M-777 તોપો ભારતીય સેનામાં શામેલ કરવામાં આવતા જ ભારત દુશ્મનના 40થી 50 કિલોમીટર અંદરના વિસ્તારમાં ઘાટક ગોળા વરસાવવા સક્ષમ બની ગયું છે. આ તોપોને પણ એવા સમયે શામેલ કરવામાં આવી રહી છે જ્યારે સેના પ્રમુખ નરવણેએ આડકતરો ઈશારો કરી દીધો છે કે, જો સરકાર મંજુરી આપે તો ભારતીય સૈન્ય પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન પર કબજો જમાવવામાં આ તોપો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. હાલ આ કક્ષાની તોપો પાકિસ્તાન પાસે છે જ નહીં. માટે પાકિસ્તાને ભારતનો સામનો કરવો લગભગ અશક્ય બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "હવે ભારત પાકિસ્તાન પર કબજો કરવાના મુડમાં, ભારતીય સૈન્યમાં સામેલ થયું આ ઘાતક હથિયાર "

Leave a comment

Your email address will not be published.


*