ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હવે માત્ર વડપ્રધાનને જ મળશે SPG સુરક્ષા: રાજ્યસભામાં બીલ થયું પાસ

Now only PM will get SPG security: Bill passed in Rajya Sabha

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સુધારા બીલ 2019 મંગળવારે રાજ્યસભામાંથી પાસ થઈ ગયું. બિલમાં નવા સુધારા મુજબ હવે એસપીજી સુરક્ષા માત્ર વડાપ્રધાન તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાનને મર્યાદિત સમય સુધી પૂરી પાડવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસપીજીના બહાને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. તેમણે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચવા પાછળ રાજકીય અદાવત હોવાની વાત ને નકારી છે. તેમણે કહ્યુ કે માત્ર ગાંધી પરિવાર જ નહીં, દેશના 130 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી મોદી સરકારની છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગાંધી પરિવારને નિશાન બનાવીને એસપીજી કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને એસપીજી સુરક્ષા હટાવીને આતંકવાદનો ભોગ બનનારા ગાંધી પરિવારના નેતાઓની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવ્યું છે.

માત્ર સુરક્ષાનું નામ બદલાયું, સ્તર નહીં

ગૃહમંત્રીએ જણાવ્યું કે જૂનો કાયદો હતો, તેના આધારે ગાંધી પરિવારની સલામતીની સમિક્ષાના આધાર પર તેમની એસપીજી સુરક્ષા હટાવાઈ છે. તેમની એસપીજી સુરક્ષા હટાવીને તેમને ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ છે અને તેમાં પણ એ જ જવાનો સામેલ છે, જે ક્યારેક એસપીજીમાં કામ કરી ચૂક્યા છે, જેમને એસપીજીની તાલિમ મળી છે. આવી સ્થિતિમાં સુરક્ષાનું માત્ર નામ બદલાયું છે. તેના સ્તરમાં કોઈ ફેરફાર કરાયો નથી.

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) શું છે?

ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે માત્ર વડાપ્રધાન અને તેમના પરિવારની સલામતી માટે સમર્પિત હોય તેવા એક કેન્દ્રીય સલામતી દળની જરૂરિયાત સરકારના ધ્યાનમાં આવી. એટલા માટે વર્ષ 1988માં વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારજનોને સલામતી પૂરી પાડવા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદા હેઠળ દેશના કેન્દ્રીય સલામતી દળો અને આઈપીએસ તરીકે ફરજ બનાવતા અિધકારીઓની એસપીજી ગ્રુપમાં નિમણૂક કરવામાં આવે છે. આ ગ્રુપ વિશેષ તાલિમ તથા આધુનિક ટેક્નોલોજી ધરાવતા સુરક્ષા સાધનો અને હથિયારોથી સુસજ્જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: